બનાસકાંઠાના પાલનપુરથી ગમખ્વાર માર્ગ અકસ્માતની દુર્ઘટના સર્જાઇ હતી, આ અકસ્માતમાં ઓટો રિક્ષા અને કાર વચ્ચે અથડામણ થતાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. જયારે આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે, ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર,પાલનપુરના માલણ ગામ પાસે કાર અને ઓટો રિક્ષા વચ્ચે જાેરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર દંપતીનું મોત નિપજ્યું હતું. જ્યારે એક બાળક સહિત બે લોકો ઘાયલ થતા સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઓટો રિક્ષામાં એક દંપતી તેમના બાળક સહિત બે લોકો માલણ ગામ તરફથી પાલનપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી કાર સાથે રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર દોડી પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
પાલનપુરમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, ત્રણ ના મોત

Recent Comments