fbpx
રાષ્ટ્રીય

દમણમાં રાહુલ ગાંધીએ કેતન પટેલ માટે પ્રચાર કર્યો, સાથે દમણના પ્રશાસકને આડે હાથ લીધા

ગુજરાતમાં ૭ મી મેએ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનુ છે ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો દ્વારા ગુજરાતમાં પ્રચારની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે પ્રિયંકા ગાંધીએ વલસાડમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કર્યો જ્યારે આજે સંઘપ્રદેશ દમણમાં રાહુલ ગાંધીની જાહેરસભા યોજાઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેતન પટેલ માટે પ્રચાર કર્યો. રાહુલે દમણના પ્રશાસક પ્રફુલ પટેલને તેમના શબ્દોના બાણથી જાણે ધોઈ નાખ્યા હતા અને એક જુજારુ નેતાની જેમ પ્રફુલ પટેલ પર એક બાદ એક ચાબખા મારતા જાેવા મળ્યા હતા.

રાહુલ ગાંધીએ પીએમ મોદી અને પ્રફુલ પટેલ પર વાર કર્યો કે નરેન્દ્ર મોદીએ પ્રફુલ પટેલને રાજાની જેમ તમારા માથા પર બેસાડી રાખ્યા છે. પ્રફુલ પટેલ અહીંના પ્રશાસકની જેમ નહીં, રાજાની જેમ વર્તે છે. પહેલા આ કિલ્લામાં રાજા બેસતા એવી જ રીતે પ્રફુલ પટેલને બેસાડી દેવાયા છે. આ રાજાને દિલ્હીથી બેસાડવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યુ છે તમે રાજા છો જે કરવુ હોય તે કરી શકો છો. પ્રફુલ પટેલને લોકોના ઘર તોડવાની અને અન્ય તમામ છૂટ આપવામાં આવી છે. તેને અહીંથી ભગાડો અને કેતન પટેલને જીતાડો. રાહુલ ગાંધીએ આરએસએસ અને ભાજપ પર પ્રહાર કર્યા. રાહુલે કહ્યુ લોકશાહી અને વિવિધ સંસ્થાઓનો નાશ થઈ રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે વાઈસ ચાન્સેલરના પદ પર આરએસએસના લોકોને નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે એ લોકોનું લક્ષ્ય છે કે સંવિધાનને કોઈને કોઈ રીતે ખતમ કરવામાં આવે.

રાહુલ ગાંધીએ કહ્યુ જાે કેન્દ્રમાં તેમની સરકાર આવશે તો પ્રફુલ પટેલને અહીંથી આઉટ કરી દેવામાં આવશે. પ્રફુલ પટેલની દાદાગીરી ખતમ કરી દેવામાં આવશે. રાહુલે હળવા અંદાજમાં કહ્યુ કે મોદીજીએ તમારો મૂડ ખરાબ નાખ્યો છે તે હું ઠીક કરવા આવ્યો છુ. રાહુલ ગાંધીએ કહ્યુ ભાજપમાં એવા જ લોકો સામેલ છે જે અનામતની વિરુદ્ધ હતા. નરેન્દ્ર મોદી ૨૦-૨૨ અબજપતિઓની મદદ કરી રહ્યા છે. દમણમાં બનેલા સુંદર બીચ પર પણ અદાણીનું નામ હશે. એ ઈચ્છે છે કે અહીં પ્રવાસી આવે તો તમારો ફાયદો ન થાય. તમારા બીચ પર, ઍરપોર્ટ પર અદાણીનું નામ હોય. જે પણ અહીં વેચાય છે તે અદાણી અને અંબાણી વેચે અને તમે જાેતા રહો. રાહુલે કહ્યુ તમારો ઈતિહાસ છે, કલ્ચર છે તેની રક્ષા થવી જાેઈએ, તે પ્રફુલ પટેલ ન કરી શકે,. તમને અધિકાર મળવો જાેઈએ. તમારે પોતાની સિસ્ટમ ચલાવવી જાેઈએ.

રાહુલે કહ્યુ ચૂંટણી ઢંઢેરા અંગે કહેવામાં આવ્યું હતું કે મહિલાઓના ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા આવશે. સ્નાતક થયા પછી બેરોજગાર હોય તેવા યુવાનોને એક વર્ષ માટે ખાનગી કંપનીમાં નોકરી આપવામાં આવશે અને તેમને દર વર્ષે ?૧૦૦,૦૦૦ આપવામાં આવશે અને તેમને તાલીમ આપવામાં આવશે. ખેડૂતો અંગે તેમણે કહ્યું કે ખેડૂતોની લોન માફ કરવામાં આવશે અને ખેડૂતોને તેમના અનાજના યોગ્ય ભાવ મળશે. આંગણવાડી અને આશા વર્કરોના પગાર બમણા કરવામાં આવશે. મનરેગા હેઠળ ?૨૦૦ થી ?૪૦૦ આપવામાં આવશે. માછીમારો માટે ડીઝલ પર સબસિડી શરૂ કરવામાં આવશે. આ સાથે રાહુલ ગાંધીએ અન્ય મુદ્દાઓ પર પણ વાત કરી હતી.

Follow Me:

Related Posts