fbpx
અમરેલી

શ્રી લાઠી લેઉઆ પટેલ સોશ્યલ ગૃપ સુરત દ્વારા આયોજિત. “લાઠી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુનાર્મેન્ટ” ધોળીયા ઈલેવન ચેમ્પિયન ‌થઈ‌ 

શ્રી લાઠી લેઉઆ પટેલ સોશ્યલ ગૃપ સુરત દ્વારા આયોજિત “લાઠી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુનાર્મેન્ટ” તારીખ ૨૭/૪/૨૦૨૪ થી તારીખ ૨૮/૪/૨૦૨૩ શનિવાર અને રવિવાર ના રોજ સુરત ખાતે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે પૂર્ણ થઈ લાઠીના મોટાભાગના પરિવારોએ સહભાગી થઈને ટુર્નામેન્ટને યાદગાર બનાવી બધાને ખૂબ આનંદ આવ્યો.આ  ટુર્નામેન્ટમાં માં ધોળીયા ઈલેવન ચેમ્પિયન ‌થઈ‌  હતી.આવા સરસ આયોજન માટે શ્રી લાઠી લેઉઆ પટેલ સોશ્યલ ગૃપના તમામ ટ્રસ્ટીઓ તેમજ આયોજનમાં સહભાગી થનારા તમામ સ્વયંમ સેવકોનો ખૂબ ખૂબ આભાર ટુર્નામેન્ટને સ્પોન્સરશિપ આપીને આર્થિક પીઠબળ આપનારા આપણા લાઠીના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓનો ખૂબ ખૂબ આભાર લાઠી પ્રિમિયર લીગને સફળ બનાવવા નવયુવાન મિત્રો અને તમામ ટિમના સભ્યો તેમજ પ્રેક્ષક તરીકે હાજર રહીને ટિમને સપોર્ટ કરનારા તમામ સપોર્ટર વડિલો, બહેનો, બાળકો તેમજ આમંત્રિત મહેમાનોનો હ્રદય પૂર્વક આભાર માનસ શંકર રામકથા પછી આ બીજો મોટો ઈવેન્ટ હતો

જે લાખેણી લાઠીના સમસ્ત પરિવારોને જોડવા અને એક કરવા માટે નિમિત્ત બન્યો, ટુર્નામેન્ટ નિમિત્તે નવયુવાનો અને લાઠીના મોટાભાગના પરિવારોએ બે દિવસ એકસાથે રહીને આનંદ કર્યો અને કરાવ્યો એ માટે સૌને ધન્યવાદ બધીજ ટિમોએ ખૂબ મહેનત કરી અને મેચ જીતવાની કોશિષ કરી છે એ પ્રયત્નોને પણ વધાવીએ છીએ, વિજેતા ટિમને હવે પછીના શ્રી લાઠી લેઉઆ પટેલ સોશ્યલ ગૃપના કાર્યક્રમમાં ટ્રોફી અને ઈનામ વિતરણ કરવા માં આવશે..ટુર્નામેન્ટના આયોજન પાછળ લાઠીના તમામ પરિવારો અને નવયુવાનોને એકમંચ પર લાવીને એકતા મજબૂત કરવા તેમજ સૌના સાથ સહકાર થકી સામાજિક, આર્થિક, વહેવારીક પ્રસંગો વધુ સરળ અને સુચારુ રુપે થઈ શકે અને સંઘ શક્તિ વિકસે એજ હતો અને એમાં મોટી સફળતા મળી છે એનો સૌને ખૂબ આનંદ છે…અંત માં ટુર્નામેન્ટને સફળ અને યશસ્વી બનાવનારા લાઠીના તમામ પરિવારોનો પ્રત્યે આભાર.વ્યક્ત.આયોજકો 

Follow Me:

Related Posts