fbpx
અમરેલી

અમરેલી લોકસભા મતવિસ્તારના મતદાન મથકો પર મતદારો માટે આવશ્યક સેવાઓ ઉપલબ્ધ રહેશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ગુજરાત રાજ્યમાં તમામ લોકસભા બેઠકો માટે તા.૦૭.૦૫.૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. મતદારોને મતદાનનો સુગમ અનુભવ મળે તે માટે તમામ મતદાન મથકો ખાતે જરુરી આવશ્યક સુવિધાઓ (Assured Minimum Facilities) માટેની વ્યવસ્થાઓ અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આવશ્યક સુવિધાઓ અંતર્ગત મતદાન મથકો પર  મતદાર સહાય બુથ,  જરુરિયાતમંદ મતદાર માટે રેમ્પની વ્યવસ્થા,  સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થાપર્યાપ્ત ફર્નિચર વ્યવસ્થામતદાન મથકની અંદર યોગ્ય લાઇટીંગ-વિજળીની વ્યવસ્થામતદાન મથક ખાતે યોગ્ય સંકેત દર્શાવતા બોર્ડની વ્યવસ્થા,  પુરુષ તથા મહિલા મતદારો માટે અલગ-અલગ શૌચાલયની વ્યવસ્થા,  ગરમીથી રક્ષણ માટે મતદાન મથક ખાતે છાંયા-શેડની વ્યવસ્થા,  મતદાર સુવિધા પોસ્ટરનું પ્રદર્શનગ્રાઉન્ડ ફલોર ઉપર મતદાન મથકની સુવિધા ઉપલબ્ધ રહેશે.

         આ ઉપરાંત અન્ય જરુરી સુવિધાઓ અંતર્ગત મેડિકલ કિટ,  સ્વયં સેવકોકતાર વ્યવસ્થાપનસરબતની વ્યવસ્થા (સવારે ૧૧ થી સાંજે ૪ કલાક સુધી) વધુ વિગતો માટે મતદારો ભારતના ચૂંટણીપંચના મતદાર હેલ્પલાઇન નંબર (ટોલ ફ્રી) ૧૯૫૦ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે. આથીતમામ અમરેલી જિલ્લાના તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર-નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.

Follow Me:

Related Posts