ગુજરાત

સ્પાઇસજેટની અમદાવાદથી ચેન્નાઈ જતી ફ્‌લાઇટે સોમવારે વહેલી સવારે ઉડાનભર્યાના થોડી જ મિનિટોમાં અમદાવાદ પરત લાવવીપડી

અમદાવાદથી ચેન્નાઈ જતી ફ્‌લાઇટનાએન્જિનમાં ખામી સર્જાતા પરત લાવવી પડી હતી. સ્પાઇસજેટની અમદાવાદથી ચેન્નાઈ જતી ફ્‌લાઇટે સોમવારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટથી ઉડાનભર્યાનીથોડી જ મિનિટોમાં અમદાવાદ પરત લાવવીપડી હતી.અમદાવાદથી ફ્‌લાઇટ ચેન્નાઈ જવા ઉપડ્‌યા પછી ૨૮ હજાર ફૂટની ઊંચાઈ પર હતી ત્યારે જ પ્લેનમાં ખામી સર્જાઈ હતી. તે સમયે એન્જિનમાં ખામી સર્જાઈ હતી.

તેના લીધે ફ્‌લાઇટમાંબેઠેલા૧૭૦ પેસેન્જરોના જીવ અદ્ધરતાલ થઈ ગયા હતા. તેને લઈને ફ્‌લાઇટને અમદાવાદ એરપોર્ટ પર પરત લાવવી પડી હતી.આ બનાવ ના પગલે ફલાઇટ પરત લાવ્યા પછી પણ કોઈ વ્યવસ્થા ન હોવાથી અમદાવાદથી ચેન્નાઈનીફ્‌લાઇટના૧૭૦ મુસાફરોએએરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. આમ પહેલા તો મુસાફરો૨૮ હજાર ફૂટ હવામા હતા ત્યારે તેમનો જીવ તાળવેચોંટયો અને ફ્‌લાઇટ પરત આવી ત્યારે ચેન્નાઈ માટે તેમને પરત લઈ જવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી તેઓ કંટાળ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.

Related Posts