ગુજરાત

ગુજરાત હાઇકોર્ટમાં પાસાના કેસને હવેથી સિવિલ કેસ ગણવામાં નહીં આવે પણ ક્રિમિનલ કેસ ગણવામાં આવશે

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટના સ્થાપના દિવસે એક ખુબજ મહત્વનો ગણી શકાય તેવો ર્નિણય લીધો છે. આ ર્નિણય ગુજરાતના કાયદા ક્ષેત્રમાં આગામી દિવસોમાં બહુજ મોટો અને ખાસ મહત્વનો પુરવાર થાય તેવી સંભાવનાઓ છે. ગુજરાત હાઇકોર્ટમાં પાસાના કેસને હવેથી સિવિલ કેસ ગણવામાં નહીં આવે પણ ક્રિમિનલ કેસ ગણવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટમાં પાસાના કેસની કેટેગરી હવે બદલાઈ ગઈ છે. આ કેસોને ક્રિમિનલ કેસો ગણવાની સાથે તેની સુનાવણીની પદ્ધતિ પણ બદલાઈ છે. તેની સુનાવણી પણ હવે સિંગલ જજ નહીં કરે પણ બેન્ચ કરશે. આમ પાસાના કેસને સિવિલના બદલે ક્રિમિનલ ગણવા ઉપરાંત તેની સુનાવણી પણ બેન્ચ કરશે.આમ ગુજરાત હાઇકોર્ટની સ્થાપનાથી ચાલતો આવેલો ર્નિણય વર્ષ ૨૦૨૪માં બદલવામાં આવ્યો. આ ર્નિણયના લીધે પાસાના કેસોનો હાઇકોર્ટમાં પણ ઝડપી નિકાલ થશે. ગુજરાત હાઇકોર્ટની સ્થાપના પહેલી મે ૧૯૬૦ના રોજ થઈ હતી. તેમા પાસાના કેસોને લઈને મહત્વનો ર્નિણય ગુજરાત હાઇકોર્ટે લીધો છે. ગુજરાત હાઇકોર્ટના સ્થાપના દિવસે આ મહત્વનો ર્નિણય લેવાયો છે.

Related Posts