અમરેલી

એકના એક જંતુનાશકોનો વારંવાર ઉપયોગન કરતાં જુદા જુદા જંતુનાશકોનો ઉપયોગ કરવો

 અમરેલી જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા અમરેલી જિલ્લાના ખેડૂતો માટે ખેતીલક્ષી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ખેડૂતો જંતુનાશકોના નિવારણ માટે કેટલાક પગલાઓ ભરી અને તેના અવશેષોનું નિવારણ કરી શકે છે. એવા જંતુનાશકો કે જેની વિઘટનની પ્રક્રિયા ધીમી હોયલાંબા સમય સુધી વાતાવરણમાં જળવાઈ રહેતા હોય અથવા ચરબીમાં દ્રાવ્ય હોય અને જૈવિક વિસ્તૃતીકરણની પ્રક્રિયાથી શરીરમાં જમા થાય છે તેના ઉપયોગ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવે છે અથવા તો તેને નિયંત્રિત વપરાશ હેઠળ મૂકવામાં આવે છે. તેવા જંતુનાશકોનો બિલકુલ વપરાશ ન કરવો. પાક સંરક્ષણ રસાયણોની નોંધણી (રજિસ્ટ્રેશન) માટેની સંસ્થા દ્વારા જે-તે પાક પર જે-તે રસાયણોની માત્રાની ભલામણ વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવ્યા હોય તેવા અખતરાઓના પરિણામો દ્વારા નકકી કરવામાં આવે છે. આ ભલામણ કરેલી માત્રાનું ચુસ્તપણે પાલન કરવુ જોઈએ. વધુ પડતું પ્રમાણ અને વધુ પડતો છંટકાવ જીવાતમાં પ્રતિકારકતા કેળવતું હોઇ ખેડૂતોને વધારે પ્રમાણનો ઉપયોગ કરવાની ફરજ પડે છેજે આર્થિક રીતે નુકસાનકારક છેસાથેસાથે જે તે કૃષિ પેદાશોમાં જંતુનાશકોના અવશેષોની માત્રા વધારે છે. 

         ખેતીપાકોશાકભાજીફળપાકોમસાલા પાકોમાં કૃષિ યુનિવર્સીટીની ભલામણ મુજબ જ જે-તે પાકોના જે તે રોગ-જીવાત માટે જે દવાની ભલામણ કરવામાં આવી છે તેનો જ ઉપયોગ કરવો. સંકલિત જીવાત વ્યવસ્થાપનના પગલાં લેવા. શાકભાજીને ઉપયોગમાં લેતાં પહેલાં સ્વચ્છ પાણીથી ધોવા જોઈએ કારણ કે શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોવાથી જંતુનાશકોના અવશેષો ઓછા થાય છે. શાકભાજીને પાણીથી ધોવાથી અવશેષો ઓછા થવાનું પ્રમાણ ખરબચડી સપાટીવાળા કરતા સુંવાળી સપાટીવાળા શાકભાજીમાં વધુ હોય છે જયારે શોષક (સીસ્ટેમીક) પ્રકારની જંતુનાશકો કરતાં સ્પર્શક (કોન્ટેકટ) જંતુનાશકોમાં વધુ હોય છે.

      શાકભાજીફળ ફળાદી અને અનાજ વગેરેમાં જંતુનાશક રસાયણોની મહત્તમ અવશેષ માત્રા  (એમ.આર.એલ) કેટલી હોવી જોઈએ તે ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફ.એ.ઓ.) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુ. એચ.ઓ.) દ્વારા નક્કી કરવામાં આવે છે કે અવશેષોની માત્રા એમ.આર.એલ. કરતા વધુ હોય તો તે નુકસાનકારક સાબિત થાય છે. તેથી વિવિધ ખેત પેદાશોમાં વિવિધ જંતુનાશકના છંટકાવ કરીછંટકાવ અને ઉતાર વચ્ચેનો સમયગાળો નકકી કરવામાં આવે છે. જેને વેઇટીંગ પીરીયડ કહે છે. આ વેઈટીંગ પીરીયડ પહેલાં ખેતપેદાશો ઉતારવા કે વીણી કરવી નહિ. શકય હોય ત્યાં જલ્દીથી વિઘટન પામતા કૃષિ રસાયણો જેવા કે એમામેક્ટિન બન્ઝોએટસ્પિનોસાડઈન્ડોક્ઝાકાર્બ અને નોવાલ્યૂરોન જેવા કૃષિ રસાયણોનો ઉપયોગ કરવો.

      સંકલિત જીવાત વ્યવસ્થાપનનો ઉપયોગ કરવાથી જંતુનાશકોનો વપરાશ ઘટતા જંતુનાશકોના અવશેષોના પ્રશ્નો હળવા કરી શકાય છે. દા.ત. ઉનાળામાં ઊંડી ખેડ કરવાથીજમીન તપવાથી કોશેટાજીવાણુ તથા ફૂગનો નાશ થાય છે. જેથી જંતુનાશકોનો વપરાશ ઘટે છે. રોગ જીવાત પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવાથીવનસ્પતિયુકત જંતુનાશકોપરજીવી અને પરભક્ષી કિટકોએનપીવી.પ્રકાશ પિંજરફેરોમોન ટ્રેપ ફળમાખી પિંજરપીળા ચીકણા પિંજરપિંજરપાક,કીટકભક્ષી પક્ષીઓને બેસવા માટેના બેલી– ખડા વગેરેનો ઉપયોગ કરી જંતુનાશકોનો વપરાશ ઘટાડી શકાય છે જેનાથી કૃષિપેદાશોમાં જંતુનાશકોના અવશેષોનું પ્રમાણ ઘટાડી શકાય છે.

        જે-તે પાક પર યોગ્ય જંતુનાશકનો છંટકાવ તેની ભલામણ કરેલ માત્રામાં જ તથા જીવાતની ક્ષમ્યમાત્રા ઓળંગ્યા બાદ જ કરવો. ઘરમાં મચ્છરમાખીવંદાઊધઈઉંદર વગેરેના નિયંત્રણ માટે જંતુનાશકો વાપરતી વેળા યોગ્ય કાળજી લેવામાં ન આવે તો જંતુનાશકો અનાજપાણીલોટ વગેરેમાં ભળી જાય છે અને તેના અવશેષો આપણા શરીરમાં પ્રવેશે છે. ઘરગથ્થુ જીવાતોનું નિયંત્રણ કરતી વખતે જંતુનાશકો છાંટયા પહેલાં પાણીના વાસણોઅનાજના પીપઅનાજની ગુણો વગેરે કાપડ અથવા પ્લાસ્ટિકથી ઢાંકી દેવા જોઈએ. મકાનમાં ઊધઈ નિયંત્રણ માટે કલોરપાયરીફોસનો ઉપયોગ થાય છે પરંતુ આનુ વિઘટન જલદીથી થતું નથી. હાલમાં નિયોનીકોટીનોઈડ જૂથની ઈમીડાકલોપ્રીડ કીટકનાશક ઊધઈ નિયંત્રણ માટે અસરકારક અને દૂર્ગંધ વગરની છે. અને અવશેષોના પ્રશ્ન ઓછા આવે છે.

       જો અનાજમાં ભેજ વધુ હોય તો સૂર્ય પ્રકાશમાં અનાજ સુકવ્યા પછી જ તેના સંગ્રહ માટે હવાચૂસ્ત પીપનો ઉપયોગ કરવો કે જેથી કીટકો તેમાં પ્રવેશી શકે નહિ. આ ઉપરાંત ઘઉં જેવા અનાજને દિવેલનો પટ આપીને સંગ્રહ કરવામાં આવે તો કીટકોનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે. બાજરી જેવા અનાજમાં રાખ અથવા લીમડાના પાન ભેળવવામાં આવે છે. આ બધી કાળજી રાખવા છતાં જો કીટકો પડે તો ધૂમકરનો ઉપયોગ કરવાથી તેના અવશેષો અનાજમાં આવશે નહિ.

        શાકભાજીના પાકોમાં વીણી કર્યા પછી જ જંતુનાશકોનો છંટકાવ કરવો તથા ફળ પાકતી અવસ્થાએ જંતુનાશકોનો વપરાશ ટાળવાથી ઉપભોક્તા માટે જંતુનાશકોના અવશેષોના પ્રશ્નો નિવારી શકાય છે. એકના એક જંતુનાશકોનો વારંવાર ઉપયોગ ન કરતાં જુદા જુદા જંતુનાશકોનો ઉપયોગ કરવો તથા એક જ જૂથના જંતુનાશકોનો ત્રણ થી વધારે છંટકાવ કરવો નહિ. આમ કરવાથી જીવાતોમાં જે તે જંતુનાશકો સામે પ્રતિકારક શકિત પેદા થશે નહિ તેના કારણે જંતુનાશકોનું પ્રમાણ વધારવાની જરૂર નહિ પડે અને અવશેષોના પ્રશ્નો ઘટશે. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટેઆપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.

      આ અંગે વધુ  જાણકારી સંબંધિત વિસ્તારના કૃષિ વિજ્ઞાન કેન્દ્રગ્રામસેવકશ્રીવિસ્તરણ અધિકારીશ્રી,  ખેતી અધિકારીશ્રીતાલુકા અમલીકરણ  અધિકારીશ્રીમદદનીશ ખેતી નિયામકશ્રીજિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનાયબ ખેતી નિયામક (વિસ્તરણ)શ્રીનાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ) નો સંપર્ક કરવા  અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી (માહિતી સોર્સ: આણંદ કૃષિ યુનિવર્સીટી) એ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts