અમરેલી

લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર  સાવરકુંડલા માં આંખ અને જનરલ સર્જન ના વિભાગ કાર્યરત કરવામાં આવ્યા.

 સાવરકુંડલા ખાદી કાર્યાલય કેમ્પસ રેલ્વે સ્ટેશન સામે આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત 100% નિઃશુલ્ક મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે આંખના રોગો ના નિષ્ણાંત ડોકટર દેવ સોની (ગોલ્ડ મેડાલીસ્ટ, ડી.ઓ.એમ.એસ.) દ્વારા ડાયાબીટીસ તથા બી.પી. નાં દર્દીઓને આંખના પડદા માં થતા નુકસાન ની તપાસ, આંખના નંબર ની તપાસ, કરવામાં આવશે. જામર ની તપાસ અને સારવાર, અતિ આધુનિક ફેકો પદ્ધતિથી મોતિયાનુ ઓપેરેશન તેમજ તમામ પ્રકારના જટીલ મોતિયાના ઓપરેશન, વેલનું અતિ આધુનિક પદ્ધતિથી ટાંકા વગરનું ઓપરેશન, લેસર મશીનથી છારી ઉતારવાની સુવિધા, કીકી ને લગતા રોગ ની તપાસ તથા સારવાર કરવામાં આવશે.

જનરલ સર્જન વિભાગ માં ડોકટર અક્ષય પારખીયા (એમ.એસ.જનરલ સર્જન) દ્વારા હર્નિયા, એપેન્ડીક્સ, કોઈ પણ જાત ની ગાંઠ, પીતાશયમાં પથરી, કિડની તથા નળીમાં પથરી, પ્રોસ્ટેટ, હરસ, મસા, ભગંદર, ફીસર, ચેકા મારવા, શરીર માં કોઈપણ જગ્યાએ રસી થવી વગેરે સર્જન ને લગતી તમામ પ્રકારના ઓપરેશન અતિ આધુનિક મશીનથી કરી આ૫વામાં આવશે. સાવરકુંડલા લલ્લુભાઈ આરોગ્ય મંદિર દ્વારા આંખ અને સર્જન વિભાગ કાયમી માટે નવો શરૂ કરવામાં આવેલ છે. જેનાથી આજુબાજુના ગામોના લોકોને ફાયદો થશે.

Related Posts