fbpx
ભાવનગર

ભૂતિયા (ડેમ) શાળાના ખેલાડીઓ ઝોન કક્ષાએ હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લેશે

ખેલ મહાકુંભ 2.0 સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ભૂતિયા પ્રા શાળાના બાળકોની પસંદગી થઈ છે.ભુતિયા શાળા ના બાળકો હેન્ડબોલ સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ રમવા જશે.ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત હેન્ડ બોલ અંન્ડર -14 ગ્રામ્યકક્ષાની (ભાઈઓ )ની  જિલ્લા કક્ષાની સ્પર્ધા વાળુકડ હાઈસ્કૂલમાં યોજાય ગઈ હતી. તેમાં   પાલીતાણા તાલુકાની ભૂતિયા પ્રા.શાળાના ભાઈઓની ટીમ દ્વિતીય નંબરે વિજેતા થયેલ ભુતીયા પ્રાથમિક શાળાના પાંચ ખેલાડીની સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધામાં પસંદગી થયેલ તેમાં વાંઢૈયા દર્શન, સરવૈયા ઋત્વિક, મકવાણા પ્રદીપ, ડાંગર કિશન, બારૈયા દિવ્યાંશું પસંદગી થયેલ આ પસંદ થયેલ ખેલાડીઓ સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધામાં જુનાગઢ રમવા જશે. ટીમની સાથે ટીમ મેનેજર શ્રી રાજેશભાઈ પી. ગોહિલ( ભુતિયા પ્રા શાળા) અને કોચ શ્રી લક્ષ્મણભાઈ વી. કાચરીયા( ભુતિયા પ્રા શાળા ) નિયુકત કરેલ છે. તમામ ખેલાડી. કોચશ અને મેનેજરએ ભૂતિયા પ્રા શાળા અને ગામનું ગૌરવ વધારેલ છે.

Follow Me:

Related Posts