ટી.વી., રેડિયો, કેબલ ટી.વી નેટવર્ક તથા ખાનગી એફ.એમ.ચેનલોમાં ચૂંટણી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવા બાબતે આદર્શ આચારસંહિતા અનુસરવી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. જિલ્લાની લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૭ મે,૨૦૨૪ના રોજ યોજાશે. ભારતના ચૂંટણી આયોગ તરફથી આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવામાં આવે છે. તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો, કાર્યકરોએ અમલ કરવાનો હોય છે. મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આ આદર્શ આચારસંહિતા અમલી છે. આ અનુસંધાને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (વર્ષ ૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાજકીય પક્ષો, ઉમેદવારો તેમજ તેમના કાર્યકરો દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવી જાહેરાતો ટી.વી., રેડિયો, કેબલ ટી.વી નેટવર્ક તથા ખાનગી એફ.એમ.ચેનલોમાં પ્રસારિત ન થાય તે માટે ચૂંટણી પ્રચાર કરવા ઇચ્છતા રાજકીય પક્ષો, ઉમેદવારો કે કાર્યકરોએ ઝીંગ્લ્સ,જાહેરાત કે જે દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ કરતી હોય તે જાહેરાતોને ટેપ/સી.ડી અને પ્રમાણિત કરેલ ટ્રાન્સસ્ક્રીપ્ટ સાથે મીડિયા સર્ટીફિકેશન અને મોનિટરિંગ કમિટી (MCMC)ના સભ્ય સચિવશ્રી, નાયબ માહિતી નિયામકશ્રી, જિલ્લા માહિતી કચેરી, અમરેલીને અરજી કરવાની રહેશે ઉપરાંત (MCMC કમિટી દ્વારા જાહેરાત એપ્રુવ્ડ થયા બાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરવા માટે મંજૂરી આપવામાં આવશે.અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની પરવાનગી વિના ટી.વી., રેડિયો, કેબલ ટી.વી નેટવર્ક તથા ખાનગી એફ.એમ.ચેનલોમાં ચૂંટણી અંગેની જાહેરાત પ્રસારિત કરી શકાશે નહી. આ જાહેરનામું તા.૦૭.૦૫.૨૦૨૪ સુધી અમલી રહેશે ઉપરાંત હુકમનો ભંગ કરનાર ધ ઇન્ડિયન પિનલ કોડની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.
Recent Comments