fbpx
અમરેલી

બાબરા નાં ફુલઝર ગામે આજે સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીનાં લાભાર્થે મહા રક્તદાન કેમ્પ યોજાશે.

બાબરા તાલુકાના ફુલઝર ગામે માનવસેવાનાં પ્રખર હિમાયતી, વિરકત સંત શિરોમણિ પૂજ્યપાદ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં દિવ્ય આશીર્વાદથી દર્દીનારાયણ ની સેવાનું સાચું મંદિર એવી માનવસેવા હોસ્પિટલ, ટીંબી જે 13 વર્ષોથી તમામ દીન-દુઃખીઓની તદ્દન વિનામૂલ્યે સેવા બજાવી રહી છે. જેનાં માધ્યમથી આજ સુધીમાં લાખોની સંખ્યામાં દર્દીઓની સારવાર, દવાઓ, ઓપરેશનો તેમજ દર્દીઓ અને તેની સાથે રહેલા સગાઓને ભોજન પ્રસાદ ની સેવા કરવામાં આવી રહી છે. આવી આ માનવસેવાની ભાગીરથી સમાન હોસ્પિટલનાં લાભાર્થે બાબરા તાલુકાનાં ફુલઝર ગામે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સાથોસાથ ફુલઝર ગામના આંગણે ખૂબજ પુરાતન એવું શ્રી ભીડભંજન મહાદેવ મંદિરનું ગામ લોકોના સહિયારા પ્રયાસથી સંપૂર્ણ નવું બાંધકામ કરી આબેહૂબ નકશીવાળું પથ્થરનું દિવ્ય મંદિર નવનિર્માણ કરવામાં આવ્યું છે. આ શિવ પરિવાર ની સઘળી નુતન મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન આજરોજ તારીખ 06/05 ને સોમવારે યોજાશે. સદગુરૂ સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનાં વરદ હસ્તે મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે અને પૂજ્ય સ્વામી અમૃતવાણી નો લાભ આપશે. આ પ્રસંગે યોજવામાં આવેલ મહારક્તદાન કેમ્પ માં મોટી સંખ્યામાં સત્સંગીઓ બ્લડ ડોનેટ કરી માનવ ધર્મ નિભાવશે.

Follow Me:

Related Posts