fbpx
રાષ્ટ્રીય

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પરગમખ્વાર અકસ્માત, 6 લોકોના ઘટના સ્થળે જ મોત

વહેલી સવારે  દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બૌનલી પોલીસ સ્ટેશન વિસ્તારના બનાસપુલિયા પાસે કોઈ અજાણ્યાવાહને તેમની કારને ટક્કર મારી હતી. જેના કારણે કારમાં સવાર છ લોકોનાઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા આ પરિવારના બે બાળકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે અકસ્માતનો ભોગ બનેલા પરિવારોને જાણ કરી છે. અકસ્માતની માહિતી મળતા જ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયા હતા. હાલ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. ક્યા વાહનેકારને ટક્કર મારી તે હજુ બહાર આવ્યું નથી. 

સવાઈ માધોપુર જિલ્લાના બૌનલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણથંભોર સ્થિત ત્રિનેત્રગણેશજીના દર્શન કરવા જઈ રહેલા ભક્તોનીકારને કોઈ અજાણ્યાવાહને ટક્કર મારી હતી. જેના કારણે કારમાં સવાર છ લોકોના ઘટના સ્થળે જ દર્દનાક મોત થયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્યાંની પરિસ્થિતિ જોઈને તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા. પોલીસે મૃતદેહોને સ્થાનિક હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે.

અકસ્માતની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પરંતુ ત્યાંની સ્થિતિ જોઈને પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. બાદમાં ઘાયલો અને મૃતકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ છ લોકોને મૃત જાહેર કર્યા હતા. ઘાયલોની સારવાર શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, અકસ્માતનો ભોગ બનેલા લોકો સીકર જિલ્લાના હોવાનું કહેવાય છે.

Follow Me:

Related Posts