સુરેન્દ્રનગરનાદસાડાતાલુકામાડમ્પરેલોડીંગરીક્ષાનેઅડફેટે લેતાં રીક્ષાચાલકનુઘટનાસ્થળે મોત
બેફામ ચાલતા ડમ્પરચાલકો અવારનવાર અકસ્માત સર્જે છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાતાલુકામાવિસાવડી રોડ વિહતમાતાના મંદિર પાસે ડમ્પરેલોડીંગરીક્ષાનેઅડફેટે લેતાં રીક્ષાચાલકનુઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.વડગામમાં રહેતા પિતા અને પુત્ર લોડીંગ રિક્ષામાં લાકડા ભરી જઈ રહ્યા હતા ત્યારે પાછળથી બેફામ ડમ્પરચાલકે ટક્કર મારતારીક્ષાફંગોળાઈ હતી અને રીક્ષાચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. સદનસીબેસગીરને કોઈ ઈજા પહોંચી ન હતી. ગંભીર ઈજાને પગલે ૩૧ વર્ષીય મુકેશકરશનભાઈરાવળ ( રહે.વડગામ,તા.દસાડા,જિ.સુરેદ્રનગર )નુ સગીર પુત્રની સામે જ કરુણ મોત નીપજ્યુંહતુ. અકસ્માત સર્જીઅજાણ્યોડમ્પરચાલક ફરાર થયો હતો. બનાવની જાણ થતા ઝીંઝુવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનેપોસ્ટમોર્ટમ અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ફરાર ડમ્પરચાલકને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી.
Recent Comments