પકડાયેલ મૌલવી ભાજપના નેતાઓ અને ત્રણ હિંદુ નેતાઓનીહત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
ગુજરાત પોલીસના અધિકારીઓ દ્વારા એક મૌલવીની ધરપકડ કરવામાં આવી હતી તે મુદ્દે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું હતું કે, પકડાયેલ મૌલવી હત્યાનુંકાવતરુ ઘડી રહ્યો હતો. તે ભાજપના નેતાઓ અને ત્રણ હિંદુ નેતાઓનીહત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો.તે મૌલવી પાકિસ્તાનમાં તેમના બોસ સાથે વોટ્સએપ દ્વારા સંપર્કમાં હતો. તેના દ્વારા તેણે શસ્ત્રો મંગાવ્યા હતા. તેણે હિંદુ આગેવાન ઉપદેશ રાણાની હત્યા કરવા માટે એક કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ વોટ માટે આવા મૌલવીઓનેબચાવવાનું બંધ કરે. અમે આ પ્રકારનું વલણ ધરાવનારા કોઈપણ હોય અને તે મૌલવી હોય તો તેને છોડીશું નહી. અમે તેની સામે કડક અને આકરી કાર્યવાહી કરીશું.
આ પહેલા આ ઘટના બાબતે સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે પોલીસને મૌલાનાનામોબાઈલફોનમાંથી ઘણી મહત્વની માહિતી મળી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મૌલાના દેશના ટોચના હિંદુ નેતાઓ પર હુમલો કરીને હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પકડાયેલ આરોપી દુશ્મન દેશ સાથે પણ સંપર્કમાં હતો અને દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, પકડાયેલ મૌલાના સોહેલઅબુબકર વિશે મોટો ખુલાસો કર્યો છે. તેમને કહ્યું કે મૌલવીની સુરતના ચોક બજાર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સુરતના કામરેજ વિસ્તારના કારશ ગામનો રહેવાસી છે. આરોપી એક દોરાનાકારખાનામાં મેનેજર તરીકે કામ કરે છે અને ગામમાં નાના બાળકોને ધાર્મિક શિક્ષણ આપે છે. જ્યારે તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી અને તેના મોબાઈલફોનની તપાસ કરવામાં આવી ત્યારે કેટલીક ચેટિંગ અને કોલ ડિટેઈલ મળી આવી હતી જે આશ્ચર્યજનક હતી.
Recent Comments