૩૭ ટકા અમેરિકનો માને છે કે જો ટ્રમ્પ આ વર્ષે ચૂંટણી હારી જશે તો ગૃહયુદ્ધ થશે : સર્વે
અમેરિકામાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. વાસ્તવમાં અમેરિકામાં એક ઓપિનિયન પોલ કરવામાં આવ્યો છે જેમાં એવું બહાર આવ્યું છે કે અમેરિકામાં ગૃહયુદ્ધ થઈ શકે છે. ૪૧ ટકા અમેરિકનો માને છે કે આગામી પાંચ વર્ષમાં અમેરિકામાં ગૃહયુદ્ધ થઈ શકે છે. સર્વેમાં સામે આવ્યું છે કે ૩૭ ટકા અમેરિકનો માને છે કે જો ટ્રમ્પ આ વર્ષે ચૂંટણી હારી જશે તો ગૃહયુદ્ધ થશે. ૨૫ ટકા અમેરિકનો માને છે કે ટ્રમ્પના શાસન દરમિયાન ગૃહયુદ્ધ થશે એટલે કે જો તેઓ જીતશે. ૫૪ ટકા રિપબ્લિકન મતદારોનું કહેવું છે કે ૨૦૨૯ સુધીમાં અમેરિકામાં ગૃહયુદ્ધ થશે.
તાજેતરમાં અમેરિકામાં એક ઓપિનિયન પોલ કરવામાં આવ્યો હતો જેમાં એ વાત સામે આવી હતી કે અમેરિકામાં અનેક સંજોગોમાં ગૃહયુદ્ધ થઈ શકે છે. અમેરિકન સંસ્થા રાસમુસેન રિપોટ્ર્સે આ ઓપિનિયન પોલ જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ સેવા ઓનલાઈન અને ફોન દ્વારા કરવામાં આવી છે. મહિલાઓ, યુવાનો અને અશ્વેત અમેરિકનોને ગૃહયુદ્ધનો ડર વધુ રહે છે. અમેરીકાના ઈતિહાસના પાનાઓ પર નજર કરીએ તો દેશમાં અગાઉ પણ ગૃહયુદ્ધો થયા છે. અમેરિકામાં ૧૮૬૧-૧૮૬૫ દરમિયાન ૪ વર્ષનું ગૃહયુદ્ધ ચાલ્યું હતું. જેમાં ૩,૬૫,૦૦૦ લોકો માર્યા ગયા હતા. જ્યારે અબ્રાહમ લિંકન પ્રમુખ તરીકે ચૂંટાયા પછી આ ગૃહયુદ્ધ શરૂ થયું હતું.
અમેરિકામાં નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ ચૂંટણીમાં ફરી એકવાર સામસામે છે. તાજેતરના બ્લૂમબર્ગ ઓપિનિયન પોલ અનુસાર, જો અમેરિકામાં આજે ચૂંટણી યોજાય તો ડોનાલ્ડ ટ્રમ્પ તેમના મુખ્ય હરીફ જો બિડેન કરતાં છ ટકાથી આગળ હશે. વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે મતદારો રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાથી વ્યાપકપણે અસંતુષ્ટ છે અને બિડેનની ક્ષમતાઓ અને નોકરીની કામગીરીથી પણ નારાજ છે.
Recent Comments