પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામનો વિધાર્થી પરમાર દેવેન્દ્ર એ ગુજકેટ-2024 ની પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજો નંબર અને ભાવનગર જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો
પાલીતાણા તાલુકાના નાના એવા ગામ નાની રાજસ્થળી ગામના અને ભારતીય પોસ્ટ વિભાગના વર્ગ-૪ માં નોકરી કરતા સામાન્ય પિતા અને ગૃહિણી માતાના સંતાને ગુજકેટ-2024 ની પરીક્ષામાં 118.75/120 માર્ક સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજો નંબર અને ભાવનગર જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે.તેમણે આલ્ફા વિદ્યા સંકુલ-મુ.વરલ (તા.સિહોર) ખાતે ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસ કરીને ગુજકેટ-2024 ની પરીક્ષામા પરમાર દેવેન્દ્ર ભરતભાઈએ ગુજકેટમાં 120 માંથી 118.75 માર્ક સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજો ક્રમાંક અને સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે.ત્યારે આ સફળતા બતાવે છે કે ગ્રામ્ય વિસ્તારની એક સામાન્ય શાળામાં પણ ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસ કર્યા બાદ રાજ્ય લેવલનું ઉચ્ચતમ પરિણામ હાંસલ કરી શકાય છે.
ત્યારે તેમની શાળાના સંચાલક વિપુલભાઈ પટેલ સાથે સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે દેવેન્દ્ર શાંત સ્વભાવનો વિદ્યાર્થી,બહુ જ ઓછું બોલવામાં માનનારો , શાળામાં પ્રવેશ લીધો ત્યારથી જ એક નિયમિત આયોજનબદ્ધ મહેનત થકી બે વર્ષના અભ્યાસ બાદ આવું સરસ પરિણામ મેળવ્યું છે. તેમજ છેલ્લે લેવાયેલ jee (મેઈન્સ) પરીક્ષાના પરિણામમાં પણ ખુબ સારા ગુણ મેળવી કવોલિફાઇડ થયેલ છે.હાલ તે jee (એડવાન્સ) પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. આગામી સમયમાં તે ભારતની અગ્રગણ્ય એન્જિનિયરિંગ સંસ્થામાં પ્રવેશ લઈ એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે. ત્યારે આ સફળતા દર્શાવે છે કે સામાન્ય ઘરનો છોકરો પણ આયોજનબદ્ધ મહેનત કરવાથી ઉચ્ચતમ પરિણામ મેળવી શકાય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
Recent Comments