રાષ્ટ્રીય

ઈફકો માં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી અને વાઈસ ચેરમેન તરીકે બલવીર સિંહની વરણી

આપણા દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન પદ પર દિલીપ સંઘાણીની નિમણૂક થઈ છે. દિલીપ સંઘાણીની બિનહરિફ વરણી થઈ છે. ચેરમેન તરીકેની દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ હશે. દિલ્હી ખાતે ઇફ્‌કોના હેડક્વાટર ખાતે યોજાયેલ બેઠકમાં દિલીપ સંઘાણીની ચેરમેન પદે બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી છે. ગઇકાલે જ ૈંહ્લહ્લર્ઝ્રંના ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં જયેશ રાદડિયાનો વિજય થયો છે.

ઈફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની અને વાઈસ ચેરમેન તરીકે બલવીર સિંહની બિનહરિફ નિયુક્તિ થઈ છે. ૨૧ ડિરેકટરોની મળેલી બોર્ડ મીટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીરસિંહને વાઈસ ચેરમેન નિયુક્ત કરાયા છે. દિલીપ સંઘાણી સતત બીજી વખત ઇફ્‌કોના ચેરમેન બન્યાં છે.

Related Posts