fbpx
ભાવનગર

માંગલ ધામ ભગુડા ખાતે આજે 5500 સ્વયંસેવક ભાઈઓ બહેનોનું જાહેર સન્માન થશે.

સુપ્રસિદ્ધ શક્તિધામ માંગલધામ તીર્થ ભગુડા ખાતે ૨૮ મા પાટોત્સવ પ્રસંગે માંગલ શક્તિ એવોર્ડ એવમ્ ભવ્ય લોકડાયરાનું આયોજન પૂ.શ્રી મોરારીબાપુ તેમજ સંતોના સાંનિધ્યમાં અને મહાનુભાવો ની હાજરીમાં અને લાખો શ્રદ્ધાળુઓ – માંગલ છોરૂની ઉપસ્થિતિમાં તા. ૨૦-૫-૨૦૨૪ ને સોમવારના રોજ શ્રદ્ધાભેર આયોજન કરવામાં આવેલ છે.

  જે અંતર્ગત તા. ૧૫-૫-૨૦૨૪ ને બુધવારે સવારે ૧૦:૩૦ કલાકે લાખો શ્રદ્ધાળુઓની વ્યવસ્થામાં સહભાગી બનીને દર વરસે સેવા આપતાં આ વિસ્તારના ૫૫૦૦ જેટલા સ્વયંસેવકો ભાઈઓ તથા બહેનોનું સન્માન માંગલધામ તીર્થ ભગુડા ખાતે કરવામાં આવશે.

અત્રે એ નોંધનીય છે કે ગોહિલવાડની પવિત્ર ધરા પર મહુવા તાલુકાના ભગુડા ગામે માંગલ માતાજીનું ધામ આવેલું છે. આશરે 450 વર્ષ જેટલો પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ માતાજીના સ્થાનકનું અનેરૂ મહત્વ રહેલું છે. તળાજા થી 22 તથા મહુવા થી 25 કિ.મી ના અંતરે આ ભગુડા ધામ આવેલું છે.પ્રતિ વર્ષ વૈશાખ સુદ બારસના દિવસે ભારે ધામધૂમ પૂર્વક માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં લાખો લોકો શ્રદ્ધાભેર સામેલ થાય છે. આગામી તારીખ 20 મી મે, અને સોમવારે રાત્રે 8:00 કલાકે 28 માં પાટોત્સવની સાથે માંગલ શક્તિ એવોર્ડ તેમજ ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાશે. 

અહીં સંસ્થા દ્વારા કોઈ ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી,કોઈ ભુવા નથી,કોઈને દોરા ધાગા આપવામાં આવતા નથી…! નોંધનીય છે કે ભગુડા ગામે સને 1997 માં માતાજીનું શિખર બંધ નૂતન મંદિરનું નિર્માણ થયું હતું જેની પ્રતિષ્ઠા વિધિ દર વર્ષે વૈશાખ સુદ બારસના દિવસે યોજાય છે. જેનો પાટોત્સવ દર વર્ષે ધામધૂમ પૂર્વક છેલ્લા 28 વર્ષ સુધી ધર્મમય મહોલમાં યોજાય છે. 28 માં પાટોત્સવ પ્રસંગની ઉજવણીમાં સામેલ થવા શ્રી માંગલ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ, ભગુડાના પ્રમુખ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર તેમજ ટ્રસ્ટીઓ તથા ગામજનોએ જાહેર આમંત્રણ આપ્યું છે.

Follow Me:

Related Posts