fbpx
ગુજરાત

એએમસી દ્વારા સાબરમતીને પ્રદૂષિત થતી અટકાવવા માટે પાંચ નવા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાનટ નાખવાનું આયોજન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા શહેરમાંથી પસાર થતી સાબરમતીને પ્રદૂષિત થતી અટકાવવા માટે પાંચ નવા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાનટ (એસટીપી) નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ બનાવવના લીધે સાબરમતીમાં દૂષિત પાણી છોડવાનું પહેલાં કરતાં ઘણું ઓછું થઈ ગયું છે પણ તેમા નોંધપાત્ર પ્રમાણમાં કચરો ઠલવાય છે તે જોતાં આગામી સમયમાં શહેરમાં પાંચ એસટીપી સ્થાપવામાં આવનારા છે. આના પગલે મોટેરા, સાબરમતી, ન્યુ ચાંદખેડા, કોટેશ્વર, ભાટ ખાતે નવા એસટીપી સ્થાપવાની હિલચાલ વેગવંતી બની છે.

આ માટે ૧૨૦થી ૧૮૦ એમએલડીની ક્ષમતાના નવા એસટીપી પ્લાન્ટ બનાવવા માટે પ્લોટ મેળવવાની હિલચાલ હાથ ધરવામાં આવી છે. સાબરમતી નદીમાં વધતા જતાં પ્રદૂષણના મામલે ગુજરાત હાઇકોર્ટે એએમસી અને જીપીસીબીની આકરી ઝાટકણી કાઢી છે. તેના પછી નદીને શુદ્ધ કરવા, શુદ્ધ રાખવા અને શહેરના પર્યાવરણમાં સુધારો કરવા નવા એસટીપી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ શહેરમાં એએમસીના કુલ ૧,૨૫૨ એમએલડીની ક્ષમતા ધરાવતા ૧૪ એસટીપી છે. તેની સામે શહેરોમાં લગભગ ૧,૭૦૦ એમએમલડી ગટરનું પાણી દૈનિક ધોરણે છોડવામાં આવે છે. આમ એએમસીના એસટીપીમાં લગભગ ૧,૧૦૦ એમએલડી પાણી ટ્રીટ કરવામાં આવે છે. બાકીનું ૬૦૦ કરતાં પણ વધુ એમએલડી પાણી ટ્રીટ કર્યા વગર જ નદીમાં છોડવામાં આવતું હોવાથી નદીનું પ્રદૂષણ વધે છે. આ ઉપરાંત એએમસીએ કરોડોના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ હાથ ધરાયો છે. તેના બંને છેડાની કામગીરી ચાલી રહી છે. આ સંજોગોમાં હવે જો ગંદુ પાણી નદીમાં ઠલવાય તો રિવરફ્રન્ટના પ્રોજેક્ટ પર પણ અસર પડી શકે છે. તેના લીધે પણ ટ્રીટ કરેલું શુદ્ધપાણી છોડવા માટે નવા એસટીપી બનાવવાની જરૂર છે.

Follow Me:

Related Posts