પોલીસે સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી ત્રણ મહિલાઓ દુકાનમાં આવી માલિકની નજર ચૂકવી સાડીઓની ચોરી કરી ફરાર થઈ ગઈ
સુરતમાં આવેલ નાના વરાછા વિસ્તારમાં શ્યામધામ સોસાયટીમાં કાપડની દુકાનમાં ત્રણ મહિલાઓ આવીને દુકાન માલિકની નજર ચૂકવી સાડીઓ ની ચોરી કરી ફરાર થઈ ગઈ હોવાની ઘટના બની હતી. આ સમગ્ર મામલે દુકાનદારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને આ ચોરીની ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે પોલીસ એ સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી છે.
આ ઘટનામાં નાના વરાછા વિસ્તારમાં શ્યામધામ સોસાયટીમાં ૪૦૧ નંબરની પલ ડ્રેસીસ નામની કાપડની દુકાનમાં ત્રણ જેટલી મહિલાઓ દુકાનદારની નજર ચૂકવી સાડીઓની ચોરી કરતી સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે, દુકાનની અંદર મહિલાઓ સાડી જોવાના બહાને આવે છે ત્રણ જેટલી મહિલાઓ દુકાને અંદર આવી એક બાદ એક સાડીઓ જોવાનો ડોળ કરે છે.. દુકાનદાર નું ધ્યાન વાતોમાં હોય છે ત્યારે એક મહિલા બાળક લઈને આવે છે અને બીજી મહિલાને આ બાળક સોંપે છે તે દરમિયાન એક મહિલા જે પાછળ સાડીઓ જોતી હોય છે
તેમની આડી ઊભી રહી એક ડ્રેસનું કાપડ ફેલાવીને જોવા લાગે છે. તે દરમિયાન પાછળ ઊભેલી મહિલા કેટલીક સાડીઓ પોતાની પાસે રહેલી થેલીમાં મૂકી દે છે ત્યારબાદ વાતો કરી આ ત્રણેય મહિલા દુકાનમાંથી નીકળી અને ફરાર થઈ જાય છે. મહિલાઓના ગયા બાદ સ્ટોક ઓછો થયો હોવાની આશંકાએ દુકાનદારે સ્ટોક ચેક કર્યો હતો.. એમાં તેમને સ્ટોક ઓછો લાગતા સીસીટીવી ફૂટેજ તપાસીયા હતા.. એમાં આ ત્રણેય મહિલાઓ કરામત કરતી નજરે પડી હતી દુકાનદારે આ ત્રણેય મહિલાઓ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી સરથાણા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી છે.
Recent Comments