fbpx
ગુજરાત

સુરત પાલિકાએ ડ્રોનની મદદથી જૂના બ્રિજનો સરવે કરાવ્યો

સુરતને બ્રિજ સિટીની પણ ઉપમા આપવામાં આવી છે. શહેરમાં બનેલા ૧૦૫ થી વધુ બ્રિજના સ્ટ્રક્ચરની સ્થિતી જાણવા માટે પાલિકાએ સરવે શરૂ કરાવ્યો છે. આ સરવેમાં પાલિકાએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે. બ્રિજના સ્પાન અને પીઅરની વચ્ચેના ભાગમાં જ્યાં પહોંચવુ મુશ્કેલ હોય ત્યાંના સ્ટ્રક્ચરનું અવલોકન કરવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

સુરત શહેર બ્રિજ સિટી અને ડાયમંડ સીટી બાદ શહેરમાં આશરે ૧૨૪ જેટલા નાના મોટા બ્રિજ હવે સુરત શહેર બ્રિજ સિટી તરીકે પણ ઓળખાઈ રહ્યું છે. અમદાવાદમાં જર્જરિત બ્રિજને કારણે થયેલા મસમોટા વિવાદ બાદ રાજ્ય સરકારે તમામ પાલિકાઓને હયાત બ્રિજના સરવેનો આદેશ કર્યો હતો. સુરત પાલિકાએ પણ જુના બ્રિજના સર્વેની કામગીરી હાથ ધરી હતી. જોકે, આ સરવે દરમિયાન અવલોકન કરવા માટે અગવડ પડી રહી હતી. એટલે, બ્રિજના કેટલાંક હિસ્સાના અવલોકન કરવા માટે હવે સુરત પાલિકાએ ડ્રોનનો ઉપયોગ શરુ કર્યો છે.

બ્રિજના સર્વેમાં ખાસ કરીને સ્પાનની નીચે અને પીઅરની ઉપરના ભાગમાં અવલોકન કરવું મુશ્કેલ હોય છે. એટલે સુરત પાલિકા દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. આ કામગીરી ચોમાસા પહેલા પુરી થાય તે માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આ ડ્રોન સરવેમાં જો કોઈ બ્રિજમાં મરામતની પહેલી નજરે જરૂર હોય તેવું જણાશે તો ત્વરિત રિપેરિંગની કામગીરી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Follow Me:

Related Posts