અમને જનતાનું સમર્થન મળી રહ્યું છે, ઇન્ડી ગઠબંધન લોકસભા ચુંટણીમાં ૩૦૦થી વધુ બેઠકો જીતશેઃ તેજસ્વી યાદવ
બિહારના વિપક્ષી નેતા તેજસ્વી યાદવ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ઇન્ડી ગઠબંધનને લોકસભા ચૂંટણીમાં ૩૦૦થી વધુ બેઠકો મળશે. લોકસભા ચૂંટણી રેલીને સંબોધન કર્યા બાદ પટના પહોંચેલા તેજસ્વી યાદવે કહ્યું કે અમને જનતાનું સમર્થન મળી રહ્યું છે. ઇન્ડી ગઠબંધનને ૩૦૦ બેઠકો મળશે. આ વખતે સત્ય સામે જુઠ્ઠાણું નહિ ટકી શકે અને અમે તાકાતથી ચૂંટણી લડી રહ્યા છીએ અને અમને લોકોનો પૂરો પ્રેમ મળી રહ્યો છે. આ પહેલા તેજસ્વી યાદવે કહ્યું હતું કે દેશભરના યુવાનોમાં આ સૌથી મોટો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. તે છે અગ્નિવીર યોજના. અમે અધિકારીઓ સાથે વાત કરી છે. સરકાર પોલીસમાં પણ અગ્નિવીર યોજના દાખલ કરવા માંગે છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે પહેલા જૂની પેન્શન યોજના નાબૂદ કરવામાં આવી.
સામે બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું કે ૪ જૂનના પરિણામ બાદ તમામ ભ્રષ્ટાચારીઓ જેલમાં જશે. તેના પર વિપક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યું, દોસ્તો છોડી દો, કોઈ તેમના તરફ આર્કષિત ન થાય. તેમની સભામાં ચાર લોકો પણ આવતા નથી. ભાજપ કાર્યાલય પર કેજરીવાલના વિરોધને લઈને તેજસ્વીએ કહ્યું કે કેજરીવાલ સાચું બોલી રહ્યા છે અને સારું કામ કરી રહ્યા છે. સમ્રાટ ચૌધરીએ શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું હતું કે ભ્રષ્ટાચારમાં સામેલ લોકો ભાજપથી નારાજ છે. હું તમામ ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખીશ, ભ્રષ્ટાચાર કરનારાઓને કોઈ બચાવી શકશે નહીં. પી એમ મોદીની ગેરંટી છે કે દેશના વિકાસ માટે ભ્રષ્ટાચારીઓને જેલમાં જવુંજ પડશે.
Recent Comments