ગુજરાતના જાણીતા કથાકારની જીભ લપસી, વિવાદિત બોલ બોલ્યા બાદ માંગી માફી
ગુજરાતી કથાકાર પ્રેમ લગ્નનું ઉદાહરણ આપતા સમયે ચાલુ કથામં સીમરધામના રાજુબાપુ મહારાજના બગડ્યા બોલ, કોળી-ઠાકોર સમાજ વિષે બોલતા સમાજમાં રોષ છવાયો, પોલીસ ફરિયાદ થતા મહારાજે માફી માંગી હતી. સ્વામીનારાયણ સંતોના વિવાદિત નિવેદનો બાદ હવે એક કથાકારના બોલ બગડ્યા છે. ગીર સોમનાથના ઉનામાં કથા દરમિયાન કથાકારના વિવાદિત બોલ થતા ઠાકોર સમાજની લાગણીઓ દુભાઈ હતી. સીમરધામમાં રાજુબાપુની કથા ચાલી રહી હતી ત્યારે પ્રેમ લગ્નનું ઉદાહરણ આપતા સમયે મહારાજના બોલ બગડ્યા હતા. ચોક્કસ સમાજના યુવાન સાથે લગ્ન કરવા પર કથાકારે વાણી વિલાસ કર્યો હતો. જેથી કથાકારના નિવેદન સામે સમાજમાં રોષ વ્યાપી ગયો હતો. વિરોધ થતા રાજુબાપુએ બાદમાં માફી માંગતો વીડિયો રજૂ કર્યો હતો.
Recent Comments