તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મુકવામાં આવેલું રાજકોટનું અટલ સરોવર ફરી એક વાર વિવાદમાં આવી ગયું છે. શહેરીજનો અટલ સરોવરને લઈને ફરીયાદો કરી રહ્યાં છે. પ્રવાસીઓનું આકર્ષતું અટલ સરોવર એટલું બધું મોંઘુ થઇ ગયું છે જાણે લૂંટ સરોવર બની ગયું હોય તેવું અહીં આવનાર દરેક લોકો કહી રહ્યાં છે. હજુ તો થોડા સમય પહેલા જ અટલ સરોવરને આમ જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે ત્યારે આવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. વિવાદમાં આવતા જ અટલ સરોવરના સંચાલકોને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા નોટિસ પણ અપાઈ છે. શહેરના નવા રેસકોર્સ ખાતે આ અટલ સરોવર બન્યું છે. અહીં બહાર મળતી વસ્તુના ભાવ અંદર જતા જ ડબલ થઈ જાય છે. અહીંયા સામાન્ય પરિવારના લોકોને ફરવા આવું ઘણું મોંઘું પડી જાય છે, સાથેજ રાઇડ્સ ની વાત કરીએ તો તેની ટીકીટો પણ અતિશય મોંઘી છે.
દરેક વસ્તુ એટલી મોંઘી કે હવે લોકો ત્યાં જવાનું ટાળશે રાજકોટના લોકોનું આકર્ષણનું કેન્દ્ર અટલ સરોવર આવ્યું વિવાદમાં


















Recent Comments