fbpx
અમરેલી

નિરાધાર વિધવા વૃદ્ધ અભણ ગરીબ પરિવારો ની પ્રધાન મંત્રી આવાસ ની રકમ ઓળવી જતા ચીટરો બિન અનુભવી કોન્ટ્રાક્ટરો

દામનગર શહેર માં ફેજ ૧ અને ફેજ ૨ મંજુર થયેલ અઢીસો જેટલા ગરીબ પરિવારો ના પ્રધાન મંત્રી આવાસ ના કામો રાખી બની બેઠેલા બિન અનુભવી કોટ્રાક્ટરો ચીટરો એ શહેર માં ૨૫૦ મંજુર અવાસો માંથી મોટા ભાગ ના અભણ વૃદ્ધ વિધવા નિરાધાર લાભાર્થી ઓ સાથે આવાસ નું મકાન બનાવી દેવા સરકારી સહાય ઉપરાંત લાભાર્થી ફાળા ની રકમો મેળવી કામો નહિ લાભાર્થી ઓને લબડાવ્યા અનેક મકાનો અધૂરા અને ગુણવત્તા વગર ના ચીટરો એ વખતો વખત બેંકો માં લાભાર્થી ઓ સાથે જઈ પધાન મંત્રી આવાસ ના હપ્તા ઉપાડી લીધા

શહેર માંથી વૃદ્ધ મહિલા સફાઈ કામદાર શાકભાજી વિક્રેતા ઓ કાળી મજૂરી કરી પેટિયું રળતા અસંખ્ય શ્રમિક પરિવારો સાથે પ્રધાન મંત્રી આવાસ ના કામો રાખી મકાન નહિ બનાવી ગરીબ અભણ લાચાર પરિવારો સાથે છેતરપીડી કર્યા ની અસંખ્ય ફરિયાદો ઉઠી રહી છે ત્યારે સ્થાનિક નેતા કાર્યકરો એ ગરીબો ના પક્ષે મદદે આવવું જોઈ એ બની બેઠેલા બધાંકામ ના બિન અનુભવી કોટ્રાક્ટરો પાસે કોઈ અનુભવ કે લાયસન્સ વગર કોની મહેરબાની થી આવાસ યોજના ઓના મકાનો બાંધકામ માટે રાખ્યા ? પ્રધાનમંત્રી આવાસ યોજના ની દરખાસ્ત તૈયાર કરવા ના ૧૦-૨૦ હજાર રેવન્યુ ઉતારા ઓ રેકર્ડ માં ચડાવી દેવા ના ૫થી ૭ હજાર પડાવી ભોળી જનતા ના નિયમિત પ્રધાન મંત્રી આવાસ ના હપ્તા ઓ આવતા જ ચીટરો લાભાર્થી ઓને બેંકો માં લઇ જઇ ઝડપ થી વિડ્રોલ ફોમ કે ચેક બુકો માં સહી મેળવી નાણા મેળવી ગાયબ પ્રધાન મંત્રી ના મકાન અધૂરા અસંખ્ય લાભાર્થી ઓ ભોગ બન્યા છે ત્યારે ગરીબ પરિવારો ના ઘર ના ઘર નું સ્વપ્નું રોળી દેતા ચીટરો સામે કડક કાર્યવાહી કરી ચેતરાયેલ પરિવારો ને તેમનો હક્ક અધિકાર અપાવવા બુલંદ માંગ ઉઠવા પામી છે 

Follow Me:

Related Posts