શ્રી હીરા બહેન માંનભાઈ ભટ્ટ કાર્યશાળા અંતર્ગત શિશુવિહાર આયોજિત ત્રી દિવસીય રંગોળી વર્કશોપ
ભાવનગર શ્રી હીરા બહેન માંનભાઈ ભટ્ટ કાર્યશાળા અંતર્ગત શિશુવિહાર આયોજિત ત્રી દિવસીય રંગોળી વર્કશોપ શિશુવિહાર ના સ્થાપક સભ્ય અને પોતાની ૯૮ વર્ષ ની જીંદગી સુધી સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ શ્રી હીરાબેન ભટ્ટની સ્મૃતિમાં સતત ૧૩ માં વર્ષે તા.૩૧ મે થી તા. ૨ જૂન દરમ્યાન ૩ દિવસીય રંગોળી વર્કશોપ યોજાશે.. વૃક્ષના પાંદડા ની રંગોળી માટે જાણીતા શ્રી હીરાબેન ની સ્મૃતિમાં યોજાતા કાર્યક્રમમાં ભાગ લેનાર કલાકારોને જરૂરી મટીરીયલ આપવામાં આવશે. તેમજ સાથે ઘરે લઈ જઈ શકાય તે પ્રકારની રંગોળી પણ કરાવવામાં આવશેજેમાં ચિરોડી , કાપડ , રંગ , ફૂલ – પાન જેવા માધ્યમો થી રંગોળી બનાવવાની તાલીમ આપવામાં આવશે…રસ ધરાવતા નાગરિકો તથા વિદ્યાર્થી ઓએ નામ નોંધાવા માટે શ્રી રમેશભાઈ ગોહિલ મો.9427559875 તથા ડૉ.અશોક ભાઈ પટેલ મો.9428811003 પર નોંધાવી દેવા અખબારી યાદી માં જણાવ્યું છે…
Recent Comments