રાજકોટ માર્કેટ યાર્ડમાં દરરોજ જણસીની મોટાપાયે આવક થતી જોવા મળતી હોય છે. માર્કેટ યાર્ડમાં અત્યારે લસણ, ડુંગળી, કપાસ અને પીળા ચણા સહિતના પાકની આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે. અને તેમને સારા ભાવ મળતા હોય છે. યાર્ડમાં પીળા ચણાની ૬૭૦૦ ક્વિન્ટલ અને સફેદ ચણાની ૨૮૦૦ ક્વિન્ટલ આવક થઈ હતી.પીળા ચણાનો એક મણનો ભાવ ખેડૂતોને ૧૧૮૦થી ૧૩૦૧ રૂપિયા મળ્યો હતો જ્યારે સફેદ ચણાનો ભાવ ૧૬૦૦ થી ૨૨૮૦ રૂપિયા બોલાયો હતો.
પીળા ચણાની ખરીદીમાં ભાવ વધતા ખેડૂતો માટે ખુશીનો માહોલ

Recent Comments