ઉત્તર પ્રદેશના મેરઠમાં માતા-પુત્રી પર બળાત્કારની સનસનાટીભરી ઘટના સામે આવી છે જેમાં આરોપીએ પહેલા પુત્રીને પ્રેમની જાળમાં ફસાવી પછી હોટલમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ દરમિયાન તેણે તેનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો ડિલીટ કરવાના નામે પીડિતાની માતાને પણ બોલાવીને તેની સાથે પણ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ પછી તે બંનેને પોતાની હવસનો શિકાર બનાવતો રહ્યો. તેમની પાસેથી પૈસા પડાવતો હતો. આખરે મામલો પોલીસ સુધી પહોચતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટના બાબતે એસએસપી રોહિતસિંહ સજવાને જણાવ્યું હતું કે, આરોપીનું નામ સલીમ અંસારી છે. મેરઠ શહેરના કોતવાલી વિસ્તારના ગોલાકુઆંનો રહેવાસી છે. એક વર્ષ પહેલા સલીમે પીડિત યુવતી સાથે મિત્રતા કરી હતી. એક દિવસ, તેણીને લાલચ આપીને ટીપી નગરના ફૂટબોલ ચોક પાસે સ્થિત સિટી સેન્ટર હોટલમાં લઈ ગયો હતો. ત્યાં તેણી પર બળજબરીથી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને તેનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ તેણે વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું અને આરોપી અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પીડિતા જોડે દુષ્કર્મ કરતો હતો. આ સાથે તેની પાસેથી પૈસા પડાવવાનું પણ શરૂ કર્યું હતું.
અંતે પરેશાન પીડિતાએ આ વાત તેની માતાને જણાવી. જ્યારે તેની માતાએ આરોપીને વીડિયો ડિલીટ કરવાનું કહ્યું તો તેણે તેને મળવા બોલાવ્યો. આ પછી પીડિતાની માતાને દુષ્કર્મ નો શિકાર બનાવી હતી. અશ્લીલ વીડિયો બનાવીને તેને બ્લેકમેલ કરવાનું પણ શરૂ કર્યું હતું. કંટાળીને માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતા અને તેની માતાના નિવેદન અને ફરિયાદના આધારે પોલીસે આરોપી સલીમ અંસારી વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૭૬ હેઠળ કેસ નોંધ્યો છે. આ પછી આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી અને પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.
Recent Comments