ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી વૈષ્ણોદેવીના દર્શન કરવા જતાં સમયે નડયો અકસ્માતહરયાણામાં ટેમ્પો ટ્રાવેલર અને ટ્રૉલી વચ્ચે ગંભીર માર્ગ અકસ્માત, ૬ લોકોના મોત, ૧૮ થી વધુ ઘાયલ
અંબાલા-દિલ્હી હાઈવે પર મોહરા પાસે રાત્રે લગભગ ૨ વાગ્યે ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી વૈષ્ણોદેવીના દર્શન માટે જઈ રહેલા પરિવારની ટેમ્પો ટ્રાવેલર એક ટ્રૉલી સાથે અથડાતાં ગંભીર અકસ્માત થયો હતો, માં કુલ ૨૬ લોકો સવાર હતા. તેમાંથી એક છ મહિનાની માસૂમ બાળકી સહિત સાતના કરુણ મોત થયા અને ૨૦ લોકો ઘાયલ થયા હતા.
અકસ્માત એટલો દર્દનાક હતો કે ટેમ્પો ટ્રાવેલરનો એક ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો, કેટલાક ઈજાગ્રસ્તો ટ્રાવેલરમાં જ ફસાઈ ગયા હતા. ચીસો સાંભળ્યા બાદ ત્યાંથી પસાર થતા લોકોએ ઈજાગ્રસ્તોને બચાવ્યા અને પોલીસની મદદથી એમ્બ્યુલન્સ મારફતે કેન્ટોનમેન્ટ સિવિલ હોસ્પિટલ અને આદેશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં રાખવામાં આવ્યા હતા. મોહરા પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળે માહિતી આપતા ઘાયલ ધીરજે જણાવ્યું કે તે ૨૩ મેની સાંજે વૈષ્ણોદેવી જવા નીકળ્યો હતો અને બધા એક જ પરિવારના સભ્યો છે.
જાખોલી, સોનીપતના રહેવાસી વિનોદ (૫૨), મનોજ (૪૨) અને બુલંદશહર કકૌર, યુપીના ગુડ્ડી, યુપીના હસનપુરના વૃદ્ધ મહેર ચંદ, કકૌર, યુપીના રહેવાસી સતબીર (૪૬), દીપ્તિ (૬ મહિના)નું મૃત્યુ થયું હતું, હાલમાં કેટલાક ઘાયલોની હાલત ખૂબ નાજુક છે. આ ભયાનક અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની ઓળખ બુલંદશહરના રહેવાસી ૫૦ વર્ષીય રાજીન્દ્ર, ૩૭ વર્ષની કવિતા, ૧૫ વર્ષીય વંશ, ૨૦ વર્ષીય સુમિત, ૪૦ વર્ષીય સરોજ, જાખોલી, સોનીપત, ૧૫ વર્ષીય નવીન, ૫૦ વર્ષીય નવીન તરીકે થઈ છે. મુગલપુરી, દિલ્હીના રહેવાસી વૃદ્ધ લલતા પ્રસાદ, ૪૨ વર્ષીય અનુરાધા, મુગલપુરી, બુલંદશહેરની રહેવાસી ૨૩ વર્ષીય શિવાની, ૨૩ વર્ષની શિવાની, ૪ વર્ષનો પુત્ર આદર્શ, યુપીના ધનકૌર પાસે જમાલપુરની રહેવાસી ધીરજ ઘાયલ થયા છે.
Recent Comments