અમરેલી

ગાયત્રી મંદિર ખાતે દૈનિક ૨૦૦૦ વ્યક્તિ ઓને વિના મૂલ્યે છાસ પુરી પડાય છે ઉદારદિલ દાતા ભવાની જેમ્સ ના મોભી મનજીભાઈ ધોળકિયા દ્વારા વધુ ૧૦ દિવસ નું સૌજન્ય પ્રાપ્ત

દામનગર શહેર માં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે જીવદયા નંદીસેવા ટ્રસ્ટ સહિત ની સંસ્થા ઓના સંકલન થી ચાલતા વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર માં લાઠી શહેર ના ભામાશા દાતા રત્ન ભવાની જેમ્સ ના સંસ્થાપક મનજીભાઈ ધોળકિયા દ્વારા વધુ ૧૦ દિવસ ચલાવવા નું સૌજન્ય પ્રાપ્ત થયું જીવદયા નંદીસેવા ટ્રસ્ટ ના વડીલ દામનગર માર્કેટ યાર્ડ ના પ્રમુખ ભગવનભાઈ નારોલા દ્વારા વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર અંગે મનજીભાઇ ને વિગતે જણાવતા આગામી પાંચ જૂન સુધી ચાલનાર છાસ વિતરણ કેન્દ્ર માં ભવાની જેમ્સ ના મનજીભાઈ ધોળકિયા એ ૧૫ જૂન સુધી ચલાવવા સહયોગ આપ્યો દૈનિક ૨૦૦૦ વ્યક્તિ ઓને દૈનિક છાસ વિતરણ સેવા વધુ સમય ચલાવાય તે માટે ઉદારદિલ દાતા મનજીભાઈ ધોળકિયા નું સૌજન્ય પ્રાપ્ત થતા છાસ વિતરણ કેન્દ્ર સંચાલક વિવિધ સંસ્થા ઓ જીવદયા નંદીસેવા ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પટેલ પ્રગતિ મંડળ અનસૂયા ક્ષુધાકેન્દ્ર સિનિયર સીટીઝન ટ્રસ્ટ ગાયત્રી મંદિર પરિવાર સહિત ની સંસ્થા ઓના ટ્રસ્ટી ઓ અને સ્વંયમ સેવકો એ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી 

Related Posts