ગુજરાત

મહેસાણાના ગણેશા વોટરપાર્કમાં બાઉન્સરોની દાદાગીરી, પીડિત પરિવારની વહારે આવ્યું મીડિયા

રાજ્યમાં ભયંકર ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે ગરમીથી રાહત મેળવવા અને શાળાની રજામાં બાળકોને આનંદ આપવા શહેરીજનો વોટરપાર્કની મજા માણવા જતા હોય છે. વોર્ટરપાર્કનો આનંદ માણવા એક પરિવાર મહેસાણાના કડીના અલદેસણ નજીક આવેલા ગણેશા વોટરપાર્ક પંહોચ્યો હતો પરંતુ આ પરિવારને વોટરપાર્કના બાઉન્સરનો ખુબજ ખરાબ અનુભવ થયો હતો, કોઈ બાબતો પર વોટરપાર્કના બાઉન્સરો અને પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી અને તે એટલી હદે વધી ગઈ કે બાઉન્સરો દ્વારા પરિવારના મોભીને માર માંરવામાં આવ્યો હતો, જ્યારે આ બનાવમાં બાઉન્સરોની દાદાગીરી મામલે ફરિયાદ નોંધાવા માટે પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન ગયા હતા ત્યાં પોલીસે તેમની ફરિયાદ નોંધવાના બદલે તેમને સમજૂતી કરવાની સલાહ આપવામાં આવી હતી.

Related Posts