fbpx
ગુજરાત

જીએસએફસી યુનિવસિર્ટીએ પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે ભારતની પ્રથમ યુનિવસિર્ટી, ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય સાથે એમઓયુ કર્યું

રાજ્યના વડોદરા શહેરમાં આવેલ જીએસએફસી યુનિવસિર્ટીએ શુક્રવારે પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે ભારતની પ્રથમ યુનિવસિર્ટી, ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. બંને સંસ્થાઓએ વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક, કલા, તકનીકી અને ઔદ્યોગિક સહયોગને પ્રોત્સાહન આપવાનો ર્નિણય કર્યો છે. આ એમઓયુ વડોદરા શહેરના વિકાસને પ્રોત્સાહન આપવા, સમગ્ર વડોદરા શહેરની શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, વેપારી સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓને સમન્વયિત કરતું ક્લસ્ટર બનાવવા અને જ્ઞાન અને નવીનતાના વિકાસ અને વિનિમયની સુવિધા માટે સહયોગ અને પ્રવૃત્તિઓની શક્યતાઓ શોધવાનો છે.

તેઓએ સમગ્ર વડોદરા શહેરમાં સ્થાનિક વારસો, પરંપરાઓ, સંસ્કૃતિ અને વૈજ્ઞાનિક સ્વભાવને ટકાવી રાખવા, જાળવવા અને વધારવા, સંયુક્ત શિક્ષણ, તાલીમ, એક્ઝિક્યુટિવ એજ્યુકેશન, કૌશલ્ય વિકાસ, અભ્યાસક્રમ વિકાસ, કન્સલ્ટિંગને પ્રોત્સાહન આપવા માટે નવીનતમ તકનીકી હસ્તક્ષેપ અને ડિજિટલ તકનીકોનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. સતત શિક્ષણ કાર્યક્રમો, ટેકનોલોજી સક્ષમ શિક્ષણ કાર્યક્રમો અને ઉદ્યોગ ફોરમ પર તકનીકોનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છેજીએસએફસી યુનિવસિર્ટીની ઇન્ક્યુબેશન ઇનોવેશન ટેક્નોલોજી અને એપ્લાઇડ રિસર્ચ કાઉન્સિલના સીઇઓ બી બી ભાયાણીની હાજરીમાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલર પ્રોફેસર મનોજ ચૌધરી અને જીએસએફસી યુનિવસિર્ટીના પ્રોવોસ્ટ પ્રોફેસર જી આર સિંહા દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts