fbpx
ભાવનગર

શિશુવિહાર માં ૧૦૦ શ્રમિક બહેનો નું અભિવાદન

ભાવનગર  શિશુવિહાર માં ૧૦૦ શ્રમિક બહેનો નું અભિવાદન આઝાદી પૂર્વે બહેનો સ્વાવલંબી અને શિક્ષિત બને તેવા ભાવથી શિશુવિહાર ની સેવા પ્રવૃત્તિ ને પ્રોત્સાહિત કરનાર ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ના કાર્યકાળ થી ચાલતી સીવણ તાલીમ ના લાભાર્થી ૧૧૦૦૦ બહેનો તેમજ ૪૦૦૦ ભાઈઓ ની માહિતી પુસ્તિકા નું વિમોચન સંસ્થા પ્રાંગણ માં થયું જ્યોતિ મહિલા મંડળ ના સ્થાપક શ્રી લીલીબહેન પરિવાર ના સદસ્ય  રાજુભાઈ દવે પ્રાધ્યાપક પ્રવીણભાઈ ઠક્કર તથા શ્રી આરીફભાઈ કાલ્વા ની પ્રેરક ઉપસ્થિતિ માં તારીખ ૨૪ મે ના રોજ યોજાયેલ સમારોહ માં સીવણ સંચા ને કલ્પતરુ માંથી તેના આધારે પોતાના પરિવાર ને બેઠો કરનાર ૧૦૦ શ્રમિક બહેનોનું અભિવાદન થયું આ પ્રસંગે રોટરી ક્લબ ભાવનગર દ્વારા ૧૨ જરૂરિયાતમંદ ગરીબ બહેનો સીવણ સંચા આપવામાં આવેલ સાથોસાથ તમામ બહેનો ને શ્રી મહેરૂનિશાબેન કાલ્વા તરફ થી સીવણ કીટ અર્પણ કરવામાં આવેલ ૬૦૦૦ બહેનો ને સીવણ તાલીમ થી સજ્જ કરનાર શ્રી ગુલાબબા ગોહિલ નું વિશેષ અભિવાદન સાથે સંપન થએલ સમારોહ માં લાભાર્થી બહેનોએ પણ તાલીમ ની ઉપયોગીતા જણાવતા શિશુવિહાર સંસ્થા પ્રત્યે ઋણ સ્વિકાર ભાવના વ્યકત કરી હતી..

Follow Me:

Related Posts