અમરેલી જિલ્લાની તમામ કોર્ટ ખાતે આગામી તા.૨૨ જૂન, ૨૦૨૪ને શનિવારના રોજ જિલ્લા અદાલત અમરેલી તેમજ જિલ્લાના દરેક તાલુકાની કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. મહતમ પક્ષકારોને આ લોક અદાલતનો લાભ મળી શકે તે માટે રાજ્યના જિલ્લા, તાલુકા, ટ્રિબ્યુનલ કે હાઇકોર્ટમાં પડતર કેસને સમાધાન માટે મૂકવામાં આવે છે. જેમાં મોટર અકસ્માત વળતરના કેસ, દીવાની દાવા, ચેક પરતને લગતા કેસ, જમીન સંપાદન લગત કેસ, કામદાર તથા માલિકની તકરાર લગત કેસ, માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાનલાયક કેસ હોય તે સમાધાન માટે મૂકી શકાય છે. આવશ્યકતા હોય તે તમામે આ લોકઅદાલતનો લાભ લેવા નજીકની તાલુકા કે જિલ્લા કે હાઈકોર્ટમાં કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનો અથવા ટોલ ફ્રી નં. ૧૫૧૦૦ પર સંપર્ક કરવો. આ માટે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની વેબસાઇટ પણ જોઇ શકાય છે, તેમ અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સુપ્રિન્ટેન્ડેન્ટશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
અમરેલી જિલ્લાની તમામ કોર્ટ ખાતે તા.૨૨ જૂને યોજાશે રાષ્ટ્રીય લોક અદાલત



















Recent Comments