ભાવનગર શહેરમાં ચિત્તરંજન ચોકથી ભીડભંજન ચોક સુધી વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવાનું કામ ચાલુ હોવાથી એક માર્ગીય (વન-વે) તેમજ ડાયવર્ઝન રૂટને અનુલક્ષીને જાહેરનામું પ્રસિધ્ધ
ભાવનગર શહેરમાં ચિત્તરંજન ચોકથી ભીડભંજન ચોક સુધી વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવાનું કામ ચાલુ હોવાથી ટ્રાફીક નિયમન માટે ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ તેમને મળેલી સત્તાની રૂએ ભાવનગર શહેરમાં તા.૦૧/૦૬/૨૦૨૪ થી તા.૩૦/૦૬/૨૦૨૪ સુધી નીચે મુજબનાં રસ્તાઓ એક માર્ગીય (વન-વે) જાહેર કરવા તેમજ ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવા ઉક્ત હુકમ ફરમાવ્યો છે. જાહેરનામામાં દર્શાવ્યા મુજબ પ્રતિબંધિત રસ્તાઓ અને એક માર્ગીય રસ્તાઓમાં ચિત્તરંજન ચોકથી કાળાનાળા ચોક તરફ જતા વાહનો પર પ્રતિબંધ રહેશે.પરંતુ કાળાનાળા ચોકથી ચિત્તરંજન ચોક તરફ જતા વાહનોનું વન-વે ટ્રાફીક શરૂ રહેશે.
ચિત્તરંજન ચોકથી કાળાનાળા ચોક તરફ જતા વાહનોને નીચે જણાવ્યા મુજબ રોડનો ઉપયોગ કરવો તેમજ ડાયવર્ઝન આપવું. જેમાં ચિત્તરંજન ચોક- દિજેશ શાહ હોસ્પિટલવાળો રોડ-અનંતવાડી-એન.સી.સી. ગ્રાઉન્ડ પાસે પેવર રોડ(ગર્વમેન્ટ કવાર્ટર સામે)- સ્વામી વિવેકાનંદ સર્કલ- સર.ટી. હોસ્પીટલ રોડ- તાલુકા પંચાયત ત્રણ રસ્તા- કાળાનાળા સર્કલ સુધીના તમામ રસ્તાઓનો ઉપયોગ કરવો.ભીડભંજન ચોકથી કાળાનાળા ચોક તરફ જતા વાહનો પર પ્રતિબંધ રહેશે.પરંતુ કાળાનાળા ચોકથી ભીડભંજન ચોક તરફ જતા વાહનોનું વન-વે ટ્રાફીક શરૂ રહેશે. ભીડભંજન ચોકથી કાળાનાળા ચોક તરફ જતા વાહનોને નીચે જણાવ્યા મુજબ રોડનો ઉપયોગ કરવો તેમજ ડાયવર્ઝન આપવું. (૧) ભીડભંજન ચોક-મોતીબાગ સિગ્નલ-જશોનાથ સર્કલ- બ્લ્યુહીલ હોટેલ રોડ- તાલુકા પંચાયત કચેરી-દાદા સાહેબ જૈન દેરાસર કાળાનાળા સર્કલ સુધીના તમામ રસ્તાઓનો ઉપયોગ કરવો.(ભારે વાહનો) (૨) ભીડભંજન ચોક-કબ્રસ્તાન રોડ-ગરાસીયા બોડીંગ-નવાપરા-સંત કુંવરરામ કાળાનાળા સુધીના તમામ રસ્તાઓનો ઉપયોગ કરવો. તેમજ (૩) ભીડભંજન ચોક-કબ્રસ્તાન રોડ-ગરાસીયા બોડીંગ-ક્રેસન્ટ સર્કલ-મેઘાણી સર્કલ- રબ્બર ફેકટરી સર્કલ- રાધા મંદિર સિગ્નલ-કાળાનાળા સર્કલ સુધીના તમામ રસ્તાઓનો ઉપયોગ કરવો. (ભારે વાહનો).
આ ઉપરાંત કાળાનાળાથી ભીડભંજન સુધીના રોડ પર બંને બાજુ તમામ પ્રકારના વાહનો પાર્ક કરવા ઉપર પ્રતિબંધ રહેશે.આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.”જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના દરજજાના ન હોય તેવા ફરજ ઉપરના કોઈપણ અધિકારીશ્રી અધિકૃત રહેશે.”
Recent Comments