અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના બગસરા હોમગાર્ડઝ યુનિટના બે મહીલા હોમગાર્ડ બહેનો ને પ્રસુતિ સહાય નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય હોમગાર્ડ કલ્યાનિધિ બોર્ડ માંથી હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ ડાયરેક્ટર જનરલ મનોજ અગ્રવાલ સાહેબની સૂચનાથી અને વડી કચેરી ગુજરાત રાજ્ય હોમગાર્ડ દ્વારા હોમગાર્ડ જવાનો ના વેલ્ફરફંડ સહાય અને હોમગાર્ડ કલ્યાણનિધિ માંથી બગસરા હોમગાર્ડ યુનિટ ના રીટાબેન પંડ્યા અને સુમિતાબેન વેકરિયા ને અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ રોહિત મહેતા, સેકન્ડ ઈન કમાન્ડન્ટ બળદેવસિંહ ગોહિલ દ્વારા પ્રસુતિ સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આતકે અમરેલી જીલ્લા હોમગાર્ડ કચેરીના જુનિયર ક્લાર્ક ભાવિક વેકરિયા, કન્ટ્રોલ ઈન્ચાર્જ શરદ સાપરિયા બગસરા હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડીંગ, ક્લાર્ક તુષાર પરમાર, એન.સી.ઓ. પ્રફુલ બોરીચા, મહેન્દ્ર મહેતા અને બગસરા યુનિટના તમામ હોમગાર્ડ ભાઈઓ બહેનો અને જીલ્લા કચેરી નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
બગસરા ના બે મહિલા હોમગાર્ડ બહેનો ને હોમગાર્ડ કલ્યાણનિધિ માંથી પ્રસુતિ સહાય અર્પણ કરવામાં આવી.

Recent Comments