fbpx
રાષ્ટ્રીય

હાય રે આ મોંઘવારી..!!અમૂલ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો

અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારાની જાહેરાત કરવામાં આવી હતી લોકસભા ચુંટણીના પરિણામો આવે તે પહેલાજ પ્રાથમિક જીવન જરુરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો જાેવા મળી રહ્યો છે. અમૂલ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. મધર ડેરીએ દિલ્હી-એનસીઆર સહિત દેશભરના બજારોમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર ૨ રૂપિયાનો વધારો કર્યો છે. કંપનીએ સોમવારે જાહેરાત કરી હતી. કંપનીએ છેલ્લા ૧૫ મહિનામાં ઇનપુટ ખર્ચમાં વધારો થવાને કારણે કિંમતોમાં વધારો કર્યો છે. મધર ડેરીએ તમામ પ્રકારના દૂધના ભાવમાં વધારો કર્યો છે. નવી કિંમતો આજથી (૩ જૂન)થી લાગુ થઈ ગઈ છે. ગઈકાલે અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો હતો. ડેરી કંપનીઓએ લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ દૂધના ભાવમાં વધારો કર્યો છે.

મધર ડેરીએ નિવેદન આપ્યું હતું કે, ‘અમે ૩ જૂન, ૨૦૨૪થી તમામ ઓપરેટિંગ માર્કેટમાં અમારા પ્રવાહી દૂધના ભાવમાં ૨ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરી રહ્યા છીએ.’ કંપનીનું કહેવું છે કે તેણે ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને વળતર આપવા માટે ગ્રાહકો માટે કિંમતોમાં વધારો કર્યો છે. મધર ડેરી હાલમાં દિલ્હી એનસીઆરમાં દરરોજ ૩૫ લાખ લિટર તાજું દૂધ વેચે છે. છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં પ્રવાહી દૂધના ભાવમાં વધારો કર્યો હતો. અમૂલ દૂધમાં પ્રતિ લીટર ૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવમાં વધારો કરાયો છે. હવે અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ ૬૪ રૂપિયાથી વધી ૬૬ રૂપિયા થશે. જ્યારે અમૂલ ટી સ્પેશિયલના પ્રતિ લિટર ભાવ રૂ.૬૨થી વધી ૬૪ થશે. એટલુ જ નહી અમૂલ શક્તિના પ્રતિ લીટર રૂ.૬૦ થી વધી ૬૨ રૂપિયા થશે જ્યારે દૂધ સહિત દહીંના ભાવમાં પણ વધારો થયો છે.

હવે દિલ્હી- એનસીઆરમાં મધર ડેરીના મલાઈયુક્ત દૂધની કિંમત ૬૮ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે ટોન્ડ દૂધ(પાતળું દૂધ) ૫૬ રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળે છે. તે જ સમયે, ડબલ ટોન્ડ દૂધ ૫૦ રૂપિયા પ્રતિ લિટરમાં ઉપલબ્ધ છે. ભેંસનું દૂધ હવે વધીને ૭૨ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. તે જ સમયે, ગાયનું દૂધ ૫૮ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે, તેણે દૂધની તમામ જાતોમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨નો વધારો કરવાનો ર્નિણય લીધો છે, આ સાથે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્રમાં દૂધના ભાવમાં વધારો થયો છે.

શાકભાજી, કઠોળ, દૂધ, ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. તેમાં પણ બાકી હતું તેમ અમૂલે દૂધના ભાવમાં ૨ રૂપિયાનો વધારો કર્યો. જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક તરફ ખાદ્ય ચીજાેના ભાવ આસમાને તો બીજી તરફ દૂધ. વધતા ભાવે તો ગૃહિણીઓની કમર ભાંગી નાખી છે. એક બાદ એક તમામ વસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય નાગરિકને તો ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે.

માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા પણ અમુલનું દૂધ પહોચે છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) એ અમેરિકામાં અમૂલ બ્રાન્ડનું દૂધ વેચવા માટે અમેરિકાની ૧૦૮ વર્ષ જૂની ડેરી ‘મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન’ સાથે તાજેતરમાં કરાર કર્યો છે. જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ સહકારીની વાર્ષિક બેઠકમાં આની જાહેરાત કરી હતી.

Follow Me:

Related Posts