fbpx
રાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી ૨૦૨૪ પરિણામ; ભાજપને મોટું નુકસાન??

લોકસભા ચૂંટણી ૨૦૨૪માં આવેલા પરિણામો ભાજપ માટે ચોંકાવનારા છે જેમાં મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અસલી ‘શિવસેના’ તરીકે ઉભરી આવ્યા છે.વર્ષ ૨૦૧૯માં એનડીએ એ ઉત્તર પ્રદેશમાં કુલ ૬૪ બેઠકો જીતી હતી. પરંતુ આ વખતે તે યુપીમાં કુલ ૮૦માંથી માત્ર ૩૬ સીટો પર જ આગળ છે. સૌથી મોટો ફાયદો ઇન્ડી ગઠબંધનને થયો છે. વર્ષ ૨૦૧૯માં જે મહાગઠબંધનને ૧૫ બેઠકો મળી હતી, તેની સાથે જોડાયેલા પક્ષોથી બનેલા ઇન્ડી ગઠબંધનને આ વખતે ૪૨ બેઠકો મળતી જોવા મળી રહી છે. એટલે કે એનડીએ સૌથી મોટા રાજ્યમાં કુલ ૨૮ બેઠકો ગુમાવી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં પણ આવી જ સ્થિતિ છે. મહારાષ્ટ્રમાં ભાજપને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૧૨ બેઠકો મળતી જોવા મળી રહી છે, જ્યારે ૨૦૧૯માં તેણે ૨૩ બેઠકો જીતી હતી. આ રીતે ભાજપ ૧૧ બેઠકો ગુમાવી રહી છે. તે જ સમયે, કોંગ્રેસને ૨૦૧૯માં ૪ બેઠકો મળી હતી, જે હવે ૧૦ મળી રહી છે. એટલે કે કોંગ્રેસને ૬ બેઠકોનો ફાયદો થઈ રહ્યો છે. ચૂંટણી પંચના તાજેતરના ડેટા અનુસાર, શિવસેના (યુબીટી) ૧૦ બેઠકો પર, એનસીપી (એસપી) ૮ બેઠકો પર, શિવસેના (શિંદે જૂથ) ૬ બેઠકો પર અને એનસીપી (અજિત પવાર) ૧ બેઠક પર જીતે તેવી અપેક્ષા છે. તે જ સમયે, ૧ બેઠક માટે અપક્ષ ઉમેદવાર વિશાલ પાટીલ છે, જેઓ અગાઉ કોંગ્રેસ પાર્ટીમાં હતા. પરંતુ જ્યારે સાંગલી સીટ શિવસેના (યુબીટી) પાસે ગઠબંધન હેઠળ ગઈ, ત્યારે વિશાલે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી અને તે જીતની નજીક છે.

Follow Me:

Related Posts