ગુજરાત વિધાનસભામાં ભાજપ નો પરચમ યથાવતપાંચ વિધાનસભા બેઠકો માટે યોજાએલી પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
દેશમાં લોકસભાની સાથેજ રાજ્યમાં પાંચ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ તમામ બેઠકો પર ભાજપનો પરચમ યથાવત જોવા મળ્યો છે. ખાસ કરીને પોરબંદરની વાત કરવામાં આવે તો પોરબંદર વિધાનસભા બેઠક પર અત્યારે બીજેપીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની ભવ્ય જીત થઈ છે. વિગતે વાત કરવામાં આવે તો આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને માત્ર ૧૬૦૯૬ મત મળ્યા છે, જ્યારે બીજેપીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને ૧૩,૧૮૫૪ મત મળ્યા આથી અર્જુન મોઢવાડિયા ૧૧,૫૭૫૮ મતોની લીડથી જીત્યા છે.
આ સાથે વિધાનસભાની પેટા ચૂંટણીમાં માણાવદર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીં પણ ભાજપનો વિજય થયો છે. વિગતે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદ લાડાણીને ૮૨,૦૧૭ તો કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ કણસાગરને ૫૧,૦૦૧ મત મળ્યાં છે. જેથી આ બેઠક પર ભાજપના ઉમેદવારની ૩૧,૦૧૬ મતના લીડ સાથે ભવ્ય જીત થઈ છે.
વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો વિજાપુર બેઠક પર મતદાન યોજાયું હતું. આ પેટા વિધાનસભા ચૂંટણીમાં સી.જે ચાવડાની જીત થઈ છે. તમને જણાવી દઇએ કે, વિજાપુર વિધાનસભા બેઠક પર સી.જે ચાવડાની ભવ્ય જીત થઈ છે. ખાસ વિગતે વાત કરવામાં આવે તો, સી.જે ચાવડાની ૫૪ હજાર મતો સાથે જીત થઈ છે. આ બેઠક પર સી.જે ચાવડાને ૧,૦૦,૬૪૧ મતો મળ્યા હતા. જ્યારે સામેલ દિનેશ પટેલને ૪૪,૪૧૩ મત મળ્યા હતા. જેથી આ બેઠક પર સી.જે ચાવડાની ૫૬,૨૨૮ મતાના લીડ સાથે જીત થઈ છે.
જ્યારે, ખંભાત વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. અહીં ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. નોંધનીય છે કે, આ બેઠક પરથી તેમને ૮૮,૪૫૭ મતો સાથે ૩૮,૩૨૮ ની લીડ સાથે જીત મેળવી છે. આ સાથે કોંગ્રેસની વાત કરવામાં આવે તો મહેન્દ્રસિંહ પરમારને ૫૦,૧૨૯ મત મળ્યા છે. જ્યારે વિપક્ષના ઉમેદવાર મહિપાલસિંહ ચૌહણને ૧૫,૮૧૬ અને મનુભાઈ વણકરને માત્ર ૮૦૬ મત મળ્યા હતા.
વાધોડિયા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. વિગતે વાત કરવામાં આવે તો આ બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ૧,૨૧,૨૬૫ મત મળ્યા છે. તો સામે કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને ૪૨,૫૦૦ મત મળ્યાં છે. આ સાથે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ૭૮,૭૬૫ મતોથી ભવ્ય જીત છે. નોંધનીય છે કે, વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
Recent Comments