fbpx
ગુજરાત

બનાસકાંઠા લોકસભા બેઠક પરથી શાનદાર જીત બાદ અભિવાદન ઝીલતા ગેનીબેન ભાવુક થઈ ગયા

ગુજરાતની કુલ ૨૬ લોકસભા બેઠક પૈકી ૨૫ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) શાનદાર જીત મેળવી છે. જો કે, એકમાત્ર બેઠક કોંગ્રેસના ફાળે આવી છે અને એ છે બનાસકાંઠા. જ્યાં ગેનીબેન ઠાકોરે દિવસભરની રસાકસી બાદ જીત મેળવી છે. ગેનીબેનની જીતથી ભાજપની હેટ્રિકનું સપનું રોળાયું છે. બીજી તરફ ગેનીબેનની જીતે રાજ્યમાં કોંગ્રેસની આશાને જીવંત રાખી છે. જીત બાદ ગેનીબેન જનતા વચ્ચે ખૂબ ભાવુક થઈ ગયા હતા.

જીત બાદ ગેનીબેને કહ્યું હતું કે, આ અસત્ય સામે સત્યની જીત છે. જીત બાદ જનતા વચ્ચે આવી ગેનીબેન ઠાકોર ભાવુક થયા હતા. જણાવી દઈએ કે, કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને ૬.૬૬ લાખથી વધુ મત મળ્યા છે જ્યારે ડો. રેખાબેન ચૌધરીને ૬.૩૪ લાખ વોટ મળ્યા છે. ગેનીબેન ઠાકોરે ૩૨ હજારથી વધુ મતોથી લીડ મેળવી જીત હાંસલ કરી છે.

મતગણતરી બાદ બાદ ગેનીબેન ઠાકોર જાહેર જનતા વચ્ચે આવ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમણે કહ્યું કે, હું બનાસકાંઠાની જનતાનો ખૂબ આભાર માનું છું. મેં બનાસકાંઠાની જનતા પાસે મામેરું માગ્યું હતું અને તેમને મામેરું ભર્યું. બનાસકાંઠાની જનતા બ્રાન્ડ છે. હું બ્રાન્ડ નથી હું તો માત્ર નિમિત્ત છું.

Follow Me:

Related Posts