fbpx
ભાવનગર

લોકભારતી વિશ્વવિદ્યાલયમાં ઉચ્ચ અભ્યાસક્રમો

શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ માટેની સુપ્રસિદ્ધ લોકભારતી સંસ્થામાં કેળવણીને કેન્દ્રમાં રાખવામાં આવેલ છે. અહીંયા લોકભારતી વિશ્વવિદ્યાલયમાં છાત્રો ગ્રામવિકાસ માટેનાં વિવિધ ઉચ્ચ અભ્યાસક્રમો મેળવી રહ્યાં છે. અલગ અલગ સાત જેટલાં અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ રહેલી છે. લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન સણોસરા એટલે વિશ્વની પ્રથમ એવી વિશ્વવિદ્યાલય છે, જ્યાં તકનિકી પ્રક્રિયા સાથે ગ્રામવિકાસ અભ્યાસક્રમો ચાલી રહ્યાં છે. ધોરણ ૧૨ ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થી મૂલ્યો સાથે અહીંયા કૃષિ, ગોપાલન, વિનયન તથા ગ્રામવિદ્યા ભણવાં માટે દાખલ થઈ રહ્યાં છે.લોકભારતી વિશ્વવિદ્યાલયમાં  વિવિધ અભ્યાસક્રમો (બી.એ. અંગ્રેજી, બી.વોક. એગ્રો પ્રોસેસિંગ, બી.વોક. નેચરલ ફાર્મિંગ, બી.આર.એસ. એગ્રોનોમી, બી.આર.એસ. એનિમલ હસ્બંડરી એન્ડ ડેરી સાયન્સ તેમજ બી.આર.એસ. હોર્ટિકલ્ચર અને એમ.આર.એસ.) ઉપલબ્ધ છે. શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ માટેની સુપ્રસિદ્ધ લોકભારતી સંસ્થામાં કેળવણીને કેન્દ્રમાં રાખવામાં આવેલ છે. સંસ્થાનાં નિયામક નિયામક શ્રી અરુણભાઈ દવેનાં નેતૃત્વ અને વિશ્વ વિદ્યાલયનાં વડા શ્રી રાજેન્દ્રભાઈ ખિમાણી નાં સંકલન સાથે અહીંયા નિયમિતતા, શિસ્ત, સંવેદનશીલતા જેવાં મૂલ્યોની માવજત સાથે સમૂહ જીવન અને સહ શિક્ષણનાં અંગભૂત એકમો રહ્યાં છે.  સંસ્થાનાં વડા શ્રી વિશાલભાઈ ભાદાણીનાં જણાવ્યાં મુજબ હાલ લોકભારતી વિશ્વવિદ્યાલયમાં છાત્રો ગ્રામવિકાસ માટેનાં વિવિધ ઉચ્ચ અભ્યાસક્રમો મેળવી રહ્યાં છે. અલગ અલગ સાત જેટલાં અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ રહેલી છે,જેમાં રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ હરખભેર જોડાઈ રહ્યાં છે.

Follow Me:

Related Posts