fbpx
ગુજરાત

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડલ અમરેલી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

ગતરોજ તા.૦૫ જૂનના રોજ સમગ્ર દેશમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડલ અમરેલી દ્વારા વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વન વિભાગ અમરેલી પણ સહભાગી બન્યો હતો. ઉજવણીમાં એડીશનલ સેશન્સ જજ શ્રી ડી.એસ.શ્રીવાસ્તવ, પ્રીન્સીપાલ સિનીયર સિવીલ જજ શ્રી એમ.જે. સૈયદ,ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ શ્રી એન.જે.નાયી, શ્રી ઓઝા, શ્રી વ્યાસ તથા સિવીલ જજશ્રી કે.બી.પરમાર અને શ્રી ગઢવી પણ જોડાયા હતા ઉપરાંત બાર એસોસીએશન અમરેલીના પ્રમુખશ્રી, હોદ્દેદારો અને કચેરીના સૌ સભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઉજવણી માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડલ અને ડીસ્ટ્રીક્ટ કોર્ટના સ્ટાફે જહેમત ઉઠાવી હતી તેમ ફુલ ટાઇમ સેક્રેટરી,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Follow Me:

Related Posts