fbpx
ગુજરાત

હાઇવે પર રાત્રીના સમયે એકલ-દોકલ જતી વ્યક્તિને લૂંટતી ગેંગને પકડી પાડતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક મોટી સફળતા મળી છે જેમાં હાઇવે પર રાત્રીના સમયે એકલ-દોકલ જતી વ્યક્તિવન પોતાનો શિકાર બનાવી લૂંટ ચલાવતી ગેંગ ને ઝડપી લેવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો કપુરાઇ પોલીસ સ્ટેશનની હદમાં હાઇવે પર લૂંટની ઘટના નોંધાઇ હતી જેમાં એક ફરિયાદી પોતાના મિત્ર સાથે ટુ વ્હીલર પર કરજણ તરફ જઇ રહ્યા હતા ત્યારે તરસાલી ચોકડીથી જાંબુઆ બ્રિજ તરફ જતા મહાદેવ હોટલ નજીક ૫, જુનના રોજ રાત્રે ૭ વાગ્યે ઓટો રીક્ષામાં ત્રણ અજાણ્યા ઇસમો આવ્યા હતા. અને ટુ વ્હીલર ઉભુ રાખીને તેની સાથે ઝપાઝપી કરી લૂંટ ચલાવી હતી. આરોપીઓએ ફરિયાદીના શર્ટમાંથી રોકડા રૂ. ૫ હજાર કાઢી લીધા હતા. અને ઓનલાઇન રૂ. ૪ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સામેલ થયા હતા.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા સીસીટીવી અને સૂત્રો પાસેથી મળતી માહિતી ના આધાર પર તપાસ આગળ વધારી હતી જેમાં અગાઉ લૂંટના ગુનામાં સંડોવાયેલા શખ્સની સંડોવણી જણાતા ગોત્રી – સેવાસી રોડ પરથી કિરણ અંબાલાલ માછી (રહે. સિંધરોટ ગામ, કૃષ્ણાપુરા, વડોદરા), રસીક ચીમનભાઇ ચૌહાણ (રહે. રામપુરા ગામ, આંકલાવ) અને ભાવિક ઉર્ફે પન્નો અરવિંદભાઇ વાઘેલા (રહે. ગોકુળ નગર) ની અટકાયત કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક પુછપરછમાં જ તેઓ ભાંગી પડ઼?યા હતા. અને અને લૂંટ આચરી હોવાનું જણાવ્યું હતું. તમામ પાસેથી લૂંટ પૈકી રૂ. ૪ હજાર તેમજ ગુનો આચરવા માટે ઉપયોગમાં લીધેલ ઓટોરીક્ષા, મોબાઇલ ફોન મેળવી લેવામાં આવ્યા હતા. જે બાદ તમામને કપુરાઇ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા. જ્યાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. પકડાએલા કિરણ માછી સામે વડોદરા શહેર-જિલ્લાના ૧૧ પોલીસ મથકમાં લૂંટ, ખુનની કોશિષ, ઇંગ્લીશ દારૂના ગુના નોંધાયા છે. ભાવિક વાઘેલા સામે ચોરીના બે ગુનાઓ વડોદરા શહેરના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાવવા પામ્યા છે. તો રસીક ચીમન ચૌહાણ સામે શહેરના અલગ અલગ પોલીસ મથકમાં ચાર ગુના નોંધાયા છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ આરોપીઓની તપાસમાં સામે આવેલી હકીકત મુજબ, આરોપીઓને તાત્કાલીક રૂપિયા મેળવવા હતા તેથી તેઓ લૂંટને અંજામ આપતા હતા. તેઓ ઓટો રીક્ષામાં વડોદરા શહેરને અડીને આવેલા હાઇવે રોડની ચોકડી પર રાત્રીના સમયે એકલ-દોકલ જતી વ્યક્તિ પર નજર રાખતા હતા. જેવા પસાર થાય તેવા રીક્ષામાં તેમનો પીછો કરતા હતા. હાઇવે રોડ પર જેવો ર્નિજન વિસ્તાર આવે ત્યાં ટુ વ્હીલર પર જતા વ્યક્તિને માર મારીને લૂંટી લેવામાં આવતો હતો. લૂંટમાં ઓછા પૈસા મળે તો ઓનલાઇન રૂપિયા લૂંટતા તેઓ અટકાતા ન હતા.

Follow Me:

Related Posts