આણંદના મહિસાગરમાં નદીમાં ડૂબી જવાથી ચાર જણાના કરુણ મોત

રાજ્યમાં દુબઈ જવાથી મોત થવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જે ખુબજ ચિંતાજનક છે, આણંદના મહિસાગરમાં નદીમાં ડૂબી જવાથી ચાર જણાના કરુણ મોત થયા હતા. આ બનાવને પગલે મૃતકોના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.આણંદના ખાનપુર પાસે આવેલી મહિસાનગર નદીમાં આ કરૂણ ઘટના બની હતી. જેમાં બે મહિલા અને બે યુવકો નદીમાં ન્હાવા માટે ગયા હતા.બીજીતરફ પાણીનાં ઉંડાણનો અંદાજ ન આવતા ચારેય જણા ડૂબી ગયા હતા. આ બનાવની જાણ કરવામાં આવતા ખંભોલજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સ્થાનિકોની મદદથી લાંબી શોધખોળ બાદ ચારેયના મુતદેહો બહાર કાઢ્યા હતા. આ કરૂણ બનાવને પગલે આખ વિસ્તારમાં શોકની લાગણી જોવા મળી હતી.
Recent Comments