બનાસકાંઠાના પાલનપુરમાં કોલેરાના કેસો વધતાં તંત્ર દ્વારા આરોગ્ય વિભાગની ટીમોને દોડતી કરાઈ
રાજ્યના અમુક જિલ્લાઓમાં કોલેરાના કેસો છેલ્લા ઘણા દિવસથી વધારો જોવા મળ્યો હતો ત્યારે, બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કોલેરાના કેસોમાં સતત વધારો આવતા હવે તંત્ર દ્વારા એક્શન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે. પાલનપુરના કોટ વિસ્તારમાં લગભગ ૩૦૦ લોકો કોલેરાગ્રસ્ત છે. જેને લઈ હવે તંત્ર દ્વારા આરોગ્ય વિભાગની ટીમો અલગ અલગ બનાવીને કાર્યવાહી શરુ કરવામાં આવ્યું છે. પાણી દૂષિત હોવાને કોલેરા થયો હોવાને લઈ તંત્રએ હવે આ દિશામાં કાર્યવાહી શરુ કરવામાં આવી છે. કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ વિસ્તારોમાં આરોગ્યની ટીમો દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે. શનિવારે તંત્ર દ્વારા આરોગ્ય વિભાગે ટીમોમાં વધારો કરીને ૨૫ ટીમોથી કામ હાથ ધર્યાનો દાવો કર્યો છે. પાણીની ટાંકીઓની સફાઈ કરવાથી લઈને તમામ મુદ્દાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. નગર પાલિકા દ્વારા પણ ક્લોરીનેશન સહિત સફાઈ અને પાણીને લઈ કાર્યવાહી કરવાના પણ અધિકારીઓએ આદેશ કર્યા છે. સ્થાનિકો દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તાર સાથે ઓરમાયું વર્તન તંત્ર દ્વારા રાખવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
Recent Comments