રાષ્ટ્રીય

જેઈઈ એડવાન્સનું પરિણામ જાહેર

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (આઈઆઈટી), મદ્રાસે દ્વારા પરીક્ક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામો સત્તાવાર વેબસાઇટ દ્ઘીીટ્ઠઙ્ઘદૃ.ટ્ઠષ્ઠ.ૈહ પર જાહેર કરવામાં આવ્યા હતા. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેમના પરિણામો તપાસી અને ડાઉનલોડ કરી શકે છે. જેઈઈ એડવાન્સ ૨૦૨૪ પરિણામ તપાસવા માટે, ઉમેદવારોએ તેમના લૉગિન ઓળખપત્રોનો ઉપયોગ કરવાની જરૂર છે જેમ કે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ.
પેપર ૧ અને ૨ બંને માટે હાજર ૧,૮૦,૨૦૦ ઉમેદવારોમાંથી કુલ ૪૮,૨૪૮ પાસ થયા છે, જેમાં ૭,૯૬૪ મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. વેદ લાહોટીએ ૩૫૫ માર્ક્સ મેળવીને આ પરીક્ષામાં ટોપ કર્યું છે. જ્યારે આઈઆઈટી બોમ્બે ઝોનની દ્વિજા ધર્મેશકુમાર પટેલ સૌથી વધુ રેન્ક ધરાવતી મહિલા ઉમેદવાર છે.

આ પરીક્ષામાં લાયકાત મેળવનાર તમામ ઉમેદવારો જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (જેઓએસએએ) કાઉન્સેલિંગ ૨૦૨૪ માટે પાત્ર બનશે. આ માટે રજીસ્ટ્રેશન આવતીકાલથી એટલે કે ૧૦ મી જૂનથી શરૂ થશે. જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી માટેની કાઉન્સેલિંગ પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ ર્દ્ઘજટ્ઠટ્ઠ.હૈષ્ઠ.ૈહ પર શરૂ કરવામાં આવશે. જેઈઈ એડવાન્સ્ડ ૨૦૨૪, ૨૬ મેના રોજ બે શિફ્‌ટમાં યોજાઈ હતી – પેપર ૧ સવારે ૯ થી બપોરે ૧૨ અને પેપર ૨ બપોરે ૨ઃ૩૦ થી ૫ઃ૩૦ વાગ્યા સુધી. પેપર ૧ માં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતના કુલ ૫૧ પ્રશ્નો હતા. વિદ્યાર્થીઓને પેપર ૨ પેપર ૧ કરતાં અઘરું જણાયું, જેમાં ગણિતનો ‘પડકારરૂપ’ વિભાગ હતો.

Related Posts