અમરેલી

બગસરામાં સ્વામીનારાયણના સંપ્રદાયના એક સ્વામીએ સગીરને ગુમરાહ કરી સાધુ બનાવવાનો પ્રયાસ

છેલ્લા ઘણા બધા દિવસોથી સ્વામીનારાયણના સંપ્રદાયના અમુક સંતોના કારસ્તાનના કિસ્સા લોકોને ચોંકાવી રહ્યા છે ત્યારે હવે અન્ય એક સ્વામીએ સગીરને સાધુ બનાવવા માટે ગુમરાહ કરતા ચકચાર સાથે કેટલાક સ્વામીઓ દાયરામાં આવી ગયા છે.

અમરેલીના બગસરામાં બનેલા આ બનાવની વિગત મુજબ સ્વામીનારાયણના એક સ્વામી દ્વારા સગીરને સાધુ બનવા માટે ગુમારહ કરવાનો તેમની ઉપર આરોપ છે. જેને પગલે ૧૭ વર્ષના આ કિશોરના પિતાએ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે.જેમાં બે સાધુઓ આ સગીરને ભક્તિ કરવા જતો રહે, એમ જણાવતા હતા.તે સિવાય સગીર વયના આ કિશોરને સાધુઓ દ્વારા રૂપિયા આપીને ભગાડી દેવામાં આવ્યો હતો અને માત્ર એટલું જ નહી આ બન્ને સ્વામીઓની ઓડિયો ક્લિપ પણ સામે આવતા બળતામાં ઘી હોમાયું હોય તેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. પોલીસ જાણવાજોગ ફરિયાદને આધારે આ ગે વધુ તપાસ કરી રહી છે.બે દિવસ પહેલા જ વડતાલ સ્વામિનારાયણ મંદિરના જગતપાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કિશોરી ૧૪ વર્ષની હતી ત્યારે જગતપાવન સ્વામીએ તેને ગિફ્‌ટ આપવાને બહાને રૂમમાં બોલાવી હતી. બાદમાં સ્વામીએ તેની સાથે જબરજસ્તી કરી હતી.તે સિવાય કોઈને વાત કરશે તો તેના માતાપિતાને જાનથી મારી નાંખશે, એવી ધમકી પણ આપી હતી. આ અંગે પિડીતાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ, વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts