રાષ્ટ્રીય

સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદીનો થયો રાજ્યાભિષેક, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુએ નરેન્દ્ર મોદીને લેવડાવ્યા વડાપ્રધાન પદના શપથ

રાષ્ટ્રપતિએ એનડીએના ૫૦થી વધુ સાંસદોને કેબિનેટ મંત્રીપદના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા

દેશમાં સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદી એ વડપ્રધાન તરીકે શપશ લીધા હતા. શપથ વીધી સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે ૭.૧૫ કલાકે શરૂ થયો હતો. મહત્વની વાત તે છે કે દેશમાં જવાહરલાલ નહેરૂ બાદ નરેન્દ્ર મોદી છે, જેઓ ૩ વાર ભારતના વડાપ્રધાન બનશે. ત્યારે આ વખતે એનડીએ ગઠબંધન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારમાં કાર્યભાલ સંભાળશે. તે ઉપરાંત આજ રોજ ૫૦ થી વધુ સાંસદો ને કેબિનેટ મંત્રી મંડળમાં મંત્રી પદ તરીકે શપશ લેશે. ભાજપના તમામ સહયોગી દળના દિગ્ગજો સાંસદોને મંત્રી પદના શપથ માટે ફોન કરી દેવામાં આવ્યા હતા. શપથવિધિ સમારોહમાં ભાગ લેવા માટે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પણ રાષ્ટ્રપતિ ભવન ખાતે હાજર રહ્યા હતા.
તે ઉપરાંત નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના શપશ સમારોહમાં કુલ ૮ હજાર વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અનેક વિદેશના દિગ્ગજ વ્યક્તિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ અને ભુતાનના વડાપ્રધાન સમારોહમાં ઉપસ્થિતિ રહ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, બીજેપીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી, ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર પણ રાષ્ટ્રપતિ ભવનમાં હાજરી આપી હતી.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ પણ રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથવિધિમાં હાજરી આપી હતી.
દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, અભિનેતા શાહરૂખ ખાન, અનીલ કપૂર, પ્રસૂન જોશી, સાંસદ કંગના રનૌત સહિત ઘણા મહેમાનો શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખરગે પણ શપથવિધિમાં સહભાગી થવા માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે હાજર રહ્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ, વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા બાદ રાજનાથસિંહને, મોદી પ્રધાન મંડળના કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા, મોદી પ્રધાનમંડળમાં કેબિનેટ પ્રધાન તરીકે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના સાંસદ અમિત શાહને રાષ્ટ્રપતિએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
નીતિન ગડકરીએ પણ મોદી મંત્રીમંડળના કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. નીતિન ગડકરી મહારાષ્ટ્રના નાગપુરથી સાંસદ છે. ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા જે પી નડ્ડાએ પણ મોદી મંત્રીમંડળના કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને વિદિશાના સાંસદ શિવરાજસિંહ ચૌહાણે, મોદી મંત્રીમંડળના કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. કર્ણાટકમાંથી રાજ્યસભાના સભ્ય ર્નિમલા સિતારમણે, નરેન્દ્ર મોદી પ્રધાનમંડળના કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. ર્નિમલા સિતારમણે અંગ્રેજીમાં હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.
દેશમાં સતત ત્રીજીવાર સત્તામાં આવેલ મોદી મંત્રીમંડળના કેબિનેટ પ્રધાન તરીકે ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂટાયેલા એસ જયશંકરે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.
મુંબઈથી લોકસભામાં ચૂંટાયેલા પિયુષ ગોયલે નરેન્દ્ર મોદી પ્રધાનમંડળના કેબિનેટ પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. પિયુષ ગોયલ બાદ, ઓરિસ્સાથી લોકસભામાં ચૂંટાયેલ ધર્મેન્દ્ર પ્રધાને મોદી મંત્રી મંડળના કેબિનેટ પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

Related Posts