સુપ્રીમ કોર્ટનો નીટ યુજી પરીક્ષા રદ કરવા અને કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર

નીટની અનિયમિતતાઓ અંગેની સુનાવણી દરમિયાન દેશની સર્વોચ અદાલત સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ને નોટિસ પાઠવી છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે હાલમાં નીટ યુજી કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કર્યો છે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે આ અરજીને બીજી અરજી સાથે જોડી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરીક્ષાની પવિત્રતા પર અસર થઈ છે, તેથી અમારે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને નોટિસ જારી કરીને તેનો જવાબ માંગવો પડશે. કોર્ટે આ મામલામાં કહ્યું કે આગામી સુનાવણી ૮ મી જુલાઈએ થશે.
જસ્ટિસ નાથે સુનાવણી દરમિયાન પૂછ્યું કે શું રજાઓ દરમિયાન કોઈ વરિષ્ઠ વકીલ નથી. આ અંગે અરજદારો વતી એડવોકેટ નેદુમપરાએ કહ્યું કે હું સિનિયર કાઉન્સેલ તરીકે ગણવાનો ઇનકાર કરું છું. આ પછી જસ્ટિસ અસ્માનુલ્લાએ કહ્યું કે પરીક્ષાની પવિત્રતા પ્રભાવિત થઈ છે, તેથી અમને પ્રતિવાદીઓના જવાબની જરૂર છે. આના પર જસ્ટિસ નાથે કહ્યું કે નોટિસ જારી કરવી જોઈએ, આ દરમિયાન નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જવાબ દાખલ કરવામાં આવશે, ચાલો હવે કાઉન્સેલિંગ શરૂ કરીએ, અમે કાઉન્સેલિંગ બંધ નથી કરી રહ્યા.
આ પછી કોર્ટે ૮મી જુલાઈની તારીખ આપી હતી. આ સમગ્ર ઘટનામાં નીટ યુજી પરીક્ષા રદ કરવા અને ૧ જૂનના રોજ કથિત પેપર લીકને લઈને ફરીથી પરીક્ષા યોજવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. પરિણામોની જાહેરાત પહેલા શિવાંગી મિશ્રા અને અન્ય નવ લોકોએ અરજી દાખલ કરી હતી. એનટીએના શેડ્યૂલ મુજબ, પરિણામ ૧૪ જૂને જાહેર થવાનું હતું પરંતુ તે ૧૦ દિવસ પહેલા એટલે કે ૪ જૂને જાહેર કરવામાં આવ્યું હતું. ૧ જૂનના રોજ દાખલ કરાયેલી અરજી સિવાય, નીટ યુજી પરિણામને લઈને સુપ્રીમ કોર્ટમાં કેટલીક વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે. અરજીમાં થોડા ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ આપવાના એનટીએના ર્નિણય પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. બેન્ચે એનટીએને કહ્યું, “પારદશિર્તા પ્રભાવિત થઈ છે, તેથી અમને જવાબોની જરૂર છે,” વેકેશન બેન્ચે એનટીએ પાસેથી જવાબ માંગતા હવે આ મામલાની ૮ જુલાઈના રોજ સુનાવણી હાથ ધરાશે.
Recent Comments