ખેતીવાડી ખાતાની સ્માર્ટ ફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર તથા પાણી ટાંકા બાંધકામ પર સહાય યોજનાનો લાભ મેળવવા આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી
રાજય સરકારના ખેતીવાડી ખાતાની વિવિધ સહાયકીય યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતોએ અરજી કરવાની રહે છે. ખેતીવાડી ખાતાની સ્માર્ટ ફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર તથા પાણી ટાંકા બાંધકામ પર સહાય યોજનાનો વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે લાભ મેળવવા ઇચ્છુક હોય તેવા ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર અરજી કરવાની રહે છે, આ અરજી તા.૧૮ જૂન, ૨૦૨૪ના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી થઇ શકશે અને તે આગામી સાત દિવસ માટે શરુ રહેશે. મહત્વનું છે કે, રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે, વધુ સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજીની સુવિધા ઉપલબ્ધ છે. આ સહાયકીય યોજનાઓના લાભ મેળવવા અંગેની અરજી કરવા સહિતની વધુ વિગતો માટે જે-તે સંબંધિત તાલુકા-ગામના વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી) અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવા, અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં અનુરોધ કરતા જણાવ્યું છે.
Recent Comments